વિકાસની વાત

પોલનું સરવૈયુ…  કોંગ્રેસના હાથ ફરી ખાલી જ રહેશે અને ભાજપ બનાવશે ફરી મોદી સરકાર…

166views

લોકસભા 2019ની ચૂંટણી આખરે પુર્ણ થઈ એક્ઝિટ પોલ આવી ગયા અને ભાજપની ભવ્ય જીત નક્કી છે તેવું દેખાય રહ્યુ છે. કોંગ્રેસ અને મહાગઠબંધનના સુપડા સાફ થયા.

વિશ્વ ભરની નજર જ્યાં ભારતની ચૂંટણી પર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી એક તરફી હતી તેવું કહી શકાય. વિપક્ષ પાસે મોટો મુદ્દો એક જ રાફેલનો હતો જે અસરકારક ન નિવડ્યો જ્યાં બીજી બાજુ ગરીબી અને બેરોજગારીના મુદ્દા પર  કોંગ્રેસના જુના મુદ્દાઓથી લોકો ભ્રમિત ન થયા. લોકસભાની ચૂંટણી પર રાષ્ટ્રીય મુદ્દા પર વધુ ધ્યાન અપાતુ હોય છે ત્યારે ભાજપ પાસે ઠોસ મુદ્દાઓ હતા. સેનાની સુરક્ષાથી લઈને સર્જીકલ સ્ટ્રાઈક સચોટ વિદેશનીતિથી લઈને યોજનાનું સ્પષ્ટ અમલીકરણ, તમામ મુદ્દે ભાજપ કોંગ્રેસ કરતા ભારે પડ્યું.

પોલની વાત કરીએ તો તમામ પોલના મત ભાજપની સરકાર બનશે તેવો સર્વ થયો છે.  કોંગ્રેસ જ્યાં વિધાનસભાની ચૂંટણી જીતી હતી તે રાજ્ય છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2-4 બેઠકો હાથ લાગી શકે તેમ છે. તો ઉત્તરપ્રદેશમાં ભાજપને મહાગઠબંધનથી નુકશાન જવાનો ભય હતો પણ અખિલેશ અને માયાવતીને પછાડી યોગી-મોદીની લહેર ફરી કાયં રહી.પુર્વ ભારતના રાજ્યો ખાસ કરીને અસમ,ત્રિપુરામાં ભાજપ પાંચ વર્ષથી મહેનત કરી રહ્યુ હતુ ત્યાં કેસરિયો લહેરાય તેવુ દેખાય રહ્યુ છે. મમતાના ગઢમાં ગાબડુ પાડવામાં ભાજપ સક્ષમ રહ્યુ તેમ કહી શકાય.  બંગાળમાં બીજેપીને 2014માં માત્ર 2 જ બેઠક મળી હતી જ્યારે 2019માં 21-24 બેઠક મળે તેવી શક્યતા છે.

દર વખતની જેમ આ વખતે પણ પોલનો અસ્વીકાર કરવા વાળા  આગળ આવ્યા તેમાં પહેલું નામ મમતા દીદીનું છે. મમતાએ ટ્વીટ કરીને પોલને ગોસિપ્સનું નામ આપ્યું.. જો કે આ બાબતે તેનો ભારે વિરોધ પણ થયો સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી  પોલનું સર્વે બહાર આવતા જ ભડકી ઉઠ્યા. કુમારસ્વામીએ પોલને ખોટુ અને મોદી તરફી બતાવ્યું અને ઈવીએમ પર પણ સવાલ ઉઠાવ્યા.  કુમારસ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે હવે પછીની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ.

error: Content is protected !!