વિકાસની વાત

સવર્ણોને 10 ટકા અનામત લાભ આપનારુ ગુજરાત બન્યું પહેલુ રાજ્ય.. ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રવેશ પ્રક્રિયામાં અમલ

131views

ભારત સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવાને મામલે મોટી જાહેરાત કરવામાં આવી હતી અને સંસદમાં તેમજ રાજ્યસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા સમાપ્ત થતા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસકન્ફરન્સ કરીને જાહેરાત કરી કે, આ વર્ષથી જ રાજ્યમાં સમગ્ર સરકારી અને ખાનગી કોલેજોમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં 10 ટકા EBCનો લાભ અમલ થશે.

જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાલની અનામતમાં કોઈ ફેરફાર ન થાય અને આર્થિક અનામતનો લાભ યોગ્ય રીતે મળી રહે તે માટે અધિકારીઓને યોગ્ય રીતે મિકેનીઝમ ગોઠવવાની સૂચના આપી હતી.

પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરાણ 12 અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે મેડિકલ એન્જિનિયરિંગ, આઈ.ટી.એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા અમુક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સૂચનાઓ હેઠળ દરેક વિદ્યાર્થીને નવી પ્રવેશ પ્રક્રિયામાં 10 ટકા આર્થિક અનામતનો લાભ મળશે.

તે સિવાય પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે કહ્યું કે, સરકાર દ્વારા અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. અમરેલીમાં મેડિકલ કોલેજની મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની 150 બેઠકો વધશે. હવેથી રાજ્યમાં મેડિકલની કુલ 5264 બેઠકો થશે.

તેથી હવે 10 ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિક કોલેજમાં 35 બેઠકો વધશે. તેથી આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન સમયમાં અનામતની ટકાવરીમાં કોઈ નુકશાન નહીં થાય.

error: Content is protected !!