રાજનીતિ

ચીન સાથે ઘર્ષણમાં ઘાયલ સૈનિકે ખુલાસો કર્યો, ચીનના હજાર સૈનિક અચાનક આવ્યા અને તુટી પડ્યા

3.28Kviews

ચીને દગો દઈને ભારતના 250 સૈનિક પર અચાનક હુમલો કર્યો. ચીનના એક હજાર સૈનિક હતા અને ભારતના 250 આમ છતા ભારતે ચીનને લડત આપી હતી. ઘાયલ સુરેન્દ્ર સિંહ 15 કલાક પછી ભાનમાં આવ્યા ત્યારે પરિવારને ચીનના કપટની વાત વર્ણવી

લદ્દાખની ગલવાન ઘાટીમાંથી નીકળતી નદીના કાંઠે 15 જૂનની સાંજે ચીનના સૈનિકોએ અચાનક હુમલો કર્યો. આ નદીના કાંઠાનો રસ્તો એટલો સાંકડો છે કે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે. અચાનક કરવામાં આવેલા આ હુમલાને લીધે ઘણા સૈનિકો આશરે 5 ફૂટ ઉંડે બર્ફીલા પાણીમાં પડી ગયા.

ચીની સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ અલવરના સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, લોહી થીજાવી દે તેવા ઠંડા પાણીમાં ચીની સૈનિકો સાથે લગભગ પાંચ કલાક સુધી લોહિયાળ સંઘર્ષ ચાલ્યો હતો. અમે લગભગ 250 સૈનિકો હતા, જ્યારે ચીની સૈનિકોની સંખ્યા એક હજારથી વધુ હતી. આમ છતાં, અમે તેમને યોગ્ય જવાબ આપ્યો. આ દરમિયાન, ચીની સૈનિકોએ કાંટાળા તાર બાંધેલી લાકડીઓ વડે મારી ઉપર હુમલો કર્યો.

‘ચિની સૈનિકોએ મને મરેલો સમજી છોડીને ભાગી ગયા’
ભારતીય સૈનિકોને આવતા જોઈને ચીની સૈનિકો હું મરી ગયો છું એમ વિચારીને ભાગ્યા હતા. અમારા સૈનિકો મને લદાખની સૈન્ય હોસ્પિટલમાં લાવ્યા. મારા માથામાં 12 ટાંકાઓ છે અને મારા હાથમાં ફ્રેક્ચર છે. લગભગ 15 કલાક બેભાન રહ્યા પછી બુધવારે બપોરે મને હોશ આવ્યો છે. લદ્દાખમાં ગ્લેશિયર હોવાને કારણે ત્યાં હથિયારોનો વધારે ઉપયોગ થતો નથી. લાકડીઓ અને ડંડા સાથે જ પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેઓ કાયરની જેમ હુમલો કરે છે, આમને સામને હોત તો ચીની સૈનિકોને ત્યાજ ધૂળ ચટાવી દેત. અમને શીખવવામાં આવે છે કે દુશ્મન દેશના સૈનિકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

સૌજન્ય – ભાસ્કર

Leave a Response

error: Content is protected !!