રાજનીતિ

રૂપાણી સરકારનો યાત્રાધામમાં સોલાર પ્લાન્ટ લગાવવાનો સફળ પ્રયોગ, વર્ષે રૂ. 1.15 કરોડની બચત થઈ

329views

રાજ્ય સરકાર દ્વારા 140 જેટલા યાત્રાસ્થાનમાં 3.30 કરોડના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપથી 1605 કિ.વો. સૌરઉર્જા ઉત્પન્ન કરી વાર્ષિક રૂ. 1.15 કરોડની વીજ બચત કરી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમિક્ષા બેઠકમાં બહાર આવ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ યાત્રાધામના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે પણ સૂચન કર્યું હતુ.

પુરાતન સાંસ્કૃતિક વિરાસત નગરી દ્વારિકા અને ડાકોરનો ભાવિ વિકાસ વારાણસી ગંગાઘાટની પેટર્ન પર ઉચ્ચ કક્ષાનો વિકાસ થાય તે દિશામાં યાત્રાધામ વિકાસ બોર્ડને સૂચન

  • રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ૩પ ટકાથી વધુ મુખ્યત્વે ધાર્મિક હેતુસર ના યાત્રાળુઓ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ પણ જરૂરી છે.
  • અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાલીતાણા, પાવાગઢ જેવા મોટા તીર્થયાત્રા ધામો જ્યાં નિયમીત રીતે ૧ હજારથી વધુની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં આઇકોનિક પ્લેસ તરીકેના ડેવલપમેન્ટ માટેનું લાંબાગાળાનું આયોજન બોર્ડ દ્વારા થવું જોઇએ.

Leave a Response

error: Content is protected !!