રાજનીતિ

મામેરું જગન્નાથ મંદિરમાં આવતા લોકોમાં ઉત્સાહ, મામેરામાં આવા છે ઘરેણાં

142views

142મી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. આજે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળુ ભાવીકોનાં દર્શનાર્થે મુકવામાં આવ્યુ હતું. મામેરાના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇન લગાવી હતી. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4થી રાત્રે 09.30 વાગ્યા સુધી ભાણેજોને ફળનો મનોરથ કરવામાં આવશે.

આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરુ કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. તેમણે 20 વર્ષ અગાઉ ભગવાનનાં મામેરા માટે નામ નોંધાવ્યું હતું. જો કે 20 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. આ મામેરા પાછળ આશરે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.

ગઇકાલે સાંજે 4થી રાતે 9.30 સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતાં. આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચઢાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4 વાગ્યાથી રાતે 9.30 વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.

આ મામેરા માટે ભગવાનના વાઘા ઘી કાંટામાં રહેતા યતીનભાઈ પટેલે બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પિછવાઈ, પાથરણું, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજાર રૂપિયાનાં વાઘા ભગવાનને ચઢાવવામાં આવશે. ભગવાનના વાઘામાં ગજરાજ પણ મુકવામાં આવ્યા છે. આ પહેલા પણ તેમને ભગવાનનાં વાઘા બનાવવાનો લાભ મળ્યો હતો.મામેરું જગન્નાથ મંદિરમાં આવતા લોકોમાં ઉત્સાહ છવાઇ ગયો હતો.

આ સિવાય અમદાવાદની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તમને તૈયારીની વાત કરીએ તો રથયાત્રામાં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી લોકોને કરાવવામાં આવશે. તો 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ અને 1200થી વધુ દેશ વિદેશના સાધુ સંતો આ રથયાત્રામાં ભાગ લઇ રહ્યા છે. દરવખતની જેમ અમદાવાદની રથયાત્રામાં હરિદ્ગાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈનના સાધુ સંતો આવશે.

ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી મોસાળા બાદ 2 જુલાઈએ નેત્રોત્સવ પૂજા કરવામાં આવશે. તે દિવસે 10 કલાકે મહાઆરતીમાં O.P કોહલી ખાસ ઉપસ્થિત રહેશે. 11 કલાકે ખાસ સાધુ સંતોના ભંડારામાં જીતુ વાઘાણી પણ હાજર રહેશે. 3 જુલાઈએ સવારે 8 વાગે સોનાવેશના દર્શન ભક્તો માટે ખાસ ખુલ્લા મૂકવામાં આવશે. 3 જુલાઇએ સાંજે 6 કલાકે CM રૂપાણી ભગવાન જગન્નાથજીની વિશેષ પુજા કરશે.

Leave a Response

error: Content is protected !!