Corona Update

ત્વરિત નિર્ણયનો ત્વરિત અમલ એટલે રૂપાણી સરકાર, 15 દિવસમાં રૂ. 5373 કરોડની લૉન અપાઈ

729views
  • સંવેદનશીલ CM રૂપાણીની સંવેદનાપૂર્ણ અપીલની જોરદાર હકારાત્મક અસર: ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેન્કોએ ફક્ત 15 દિવસમાં મધ્યમ-લઘુ ઉદ્યોગોને લૉન આપી દીધી!
  • 97% લૉન અરજીઓ મંજૂર, બે અઠવાડિયામાં જ MSME સેકટરનાં 87834 એકમોને રૂપિયા 5373 કરોડની લૉન આપવામાં આવી
  • અમદાવાદમાં રૂપિયા 569 કરોડની, સુરતમાં 369 કરોડની અને વડોદરામાં 240 કરોડની લૉન અપાઈ: 33 લાખથી વધુ MSME એકમો દોઢ કરોડથી વધુ લોકોને આપે છે રોજગાર

રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી સ્થિતીમાં MSME એકમોને પૂન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિ રૂપે રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે. રાષ્ટ્રિયકૃત બેન્કોએ MSME એકમોને કોરોના-કોવિડ-19 પછીની આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ લઇ પૂન: બેઠા થવા ઝડપી, પારદર્શી અને સરળ લોન આપવાનો અભિગમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સૂચનને પગલે અપનાવેલો છે. લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે.

રાજ્યમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે તેને ધ્યાને લેતાં કોવિડ-19 પછીની સ્થિતીમાં આ ઊદ્યોગો ફરી ધમધમતા થાય અને રોજગારીની તકો ફરી પ્રાપ્ત થાય તેવા સંવેદનાત્મક અભિગમ સાથે CM રૂપાણીએ બેન્કોને લોન-સહાય ત્વરાએ મંજૂર કરવા તા.૩૦મી મે ની બેઠકમાં અપિલ કરી હતી. આ સંદર્ભમાં બેન્કોએ માત્ર ૧પ દિવસમાં જ પ૩૭૩ કરોડ રૂપિયા ૮૭૮૩૪ MSMEને મંજૂર કરીને રૂ. ર૪ર૮ કરોડ તો ૩૧ હજાર જેટલા MSME એકમોને વિતરણ પણ કરી આપ્યા છે. બેન્કો દ્વારા ૩૩ જિલ્લાઓના MSME એકમોને કુલ રૂ. ર૪ર૮ કરોડ લોન સહાયનું જે વિતરણ થયું છે તે અન્વયે મુખ્યત્વે અમદાવાદમાં રૂ. પ૬૯.ર૧ કરોડ, સુરતમાં રૂ. ૩૬૯.પ૯ કરોડ, વડોદરામાં રૂ. ર૪૦.૪પ કરોડની લૉન મંજૂર કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!