રાજનીતિ

15G અને 15H ફોર્મ નથી ભર્યું તો આજે જ ભરો, બાકી FD મળતા વ્યાજ પર ટેક્સ ભરવો પડશે

603views

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને 30 જૂન સુધી ફોર્મ 15G અને ફોર્મ 15H જમા કરવા માટે કહ્યું હતું. 30 જૂન સુધી આ ફોર્મ જમા નહીં કરાવવા પર FD અથવા સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર TDS તરીકે ટેક્સ કાપવામાં આવી શકે છે. જો તમે હજી સુધી ફોર્મ જમા નથી કરાવ્યું તો આજે જ કરી દો કેમ કે, આજે છેલ્લી તારીખ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ઇન્ટરનેટ બેંકિંગ 15G અને 15Hને ઓનલાઈન જમા કરવાની મંજૂરી આપી છે.જાણો ઓનલાઈન ફોર્મ કેવી રીતે જમા કરાવી શકાય છે. 

આ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. 

 • SBIના ખાતાધારકો ઓનલાઈન તેના અકાઉન્ટમાં લોગઈન કરવાનું રહેશે
 • ત્યાર બાદ  ઈ-સર્વિસ અંતર્ગત ફોર્મ જમા કરાવી શકે છે
 • લોગઈન કર્યા બાદ ‘E-services’ના ’15G / H’  ઓપ્શનને પસંદ કરો
 • હવે ફોર્મ 15G અથવા 15H ફોર્મ ને પસંદ કરો
 • ત્યારબાદ Customer Information File (CIF) Number પર ક્લિક કરો અને સબમિટ કરો. 
 • આટલું કર્યા બાદ તમારી સામે એક નવી ઈન્ટરફેસ ઓપન થશે જ્યાં અન્ય માહિતી માંગવામાં આવશે.
 • આ માહિતી ભર્યા બાદ તેને સબમિટ કરો. 
 • હવે એક નવું ટેબ ઓપન થશે જ્યાં તમારે ફરી એક વખત નવી માહિતી ભરીને  ‘કન્ફર્મ’  પર ક્લિક કરવાનું રહેશે
 • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. OTP દાખલ કરો અને ‘કન્ફર્મ’ પર ક્લિક કરો
 • એકવાર ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયા પછી, UIN નંબર જનરેટ થશે. ફોર્મને ડાઉનલોડ કરવા માટે એક હાઈપરલિંક કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

ફોર્મ 15G અથવા ફોર્મ 15H ભરવું જરૂરી કેમ છે?
ફોર્મ 15G અથવા ફોર્મ 15H સ્વ-ઘોષણાવાળા ફોર્મ છે. તેમાં તમારે જણાવવું પડે છે કે તમારી આવક ટેક્સની મર્યાદાની બહાર છે. જે આ ફોર્મ ભરે છે તેને ટેક્સમાંથી રાહત મળે છે. જે નથી ભરતા તે લોકો ટેક્ટ અંતર્ગત આવે છે અને વ્યાજથી થતી આવકમાંથી જરૂરી ટેક્સ કાપવામાં આવે છે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એક વર્ષ માટે હોય છે. જો કે, ફોર્મ નહીં ભરો તો TDS કપાઈ જશે.

 • સૌજન્ય – ભાસ્કર

Leave a Response

error: Content is protected !!