વિકાસની વાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની મહત્વની બેઠક યોજાઇ.

126views

વન્ય જીવો ના સંરક્ષણ , વિકાસ અને વિશ્વ પ્રવાસીઓને સિંહ દર્શન માટે આકર્ષવા માટે ગાંધીનગર માં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ.

આ બેઠક માં ચર્ચા થયેલા મહત્વ ના એજન્ડા. 👇

➡️એશિયાટિક લાયન – સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વન્ય પ્રાણીસૃષ્ટિ – વન્ય સંપદા – ઇકો ટુરિઝમનું બેલેન્સ જાળવીને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા મુખ્યમંત્રીશ્રી નું પ્રેરક સૂચન રહ્યું.

➡️રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં શરૂ કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ -આયોજન કરાશે.

➡️ગુજરાતમાં અનેક રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માર્ગદર્શન.

➡️રાજ્યના સ્નેક કેચર્સનો ડેટાબેઝ તૈયાર કરી તેમની સેવાઓનું સન્માન આયોજન થાય તેવું સૂચન.

➡️ગીર જંગલ આસપાસ ના વિસ્તારોના ટ્રેકર્સ ફ્રન્ટલાઇન સ્ટાફ માટે આગામી 15 તારીખ થી એક માસનો વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાશે.

➡️મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , વન્ય પ્રાણીસૃષ્ટિ , વન્ય સંપદા અને ઇકોટુરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવવાનુ પ્રેરક સૂચન કર્યું છે.

➡️આ સંદર્ભમાં તેમણે કહ્યુકે ગુજરાતની આગવી ઓળખ એશિયાટિક લાયનને જોવા વિશ્વભરના પ્રવાસીઓ વ્યાપક સંખ્યામાં આવે તેવી સુવિધાઓ વિકસાવવી જરૂરી છે.

➡️મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની 15 મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

➡️વનમંત્રીશ્રી ગાંપતસિંહ વસાવા, મુખ્યસચિવશ્રી ડો.જે.એન.સિંહ, વન-પર્યાવરણ અધિક મુખ્યસચિવ શ્રી ડો.રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જહા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ અને બોર્ડના માનદ સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.

➡️શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે સિંહ દર્શન તેમજ અન્ય વન્ય પ્રાણીઓના દર્શન માટે આવનારા પ્રવાસીઓને પરિણામે સ્થાનિક સ્તર સહિત સ્ટેટ ઇકોનોમીને બુસ્ટ મળે તેવા સંયુક્ત પ્રયાસો વન-પ્રવાસન જેવા વિભાગોએ કરવા જરૂરિ છે.

➡️મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં પ્રેરક સૂચન આપતા કહ્યુંકે, રાષ્ટ્રિય કક્ષાની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વનવિભાગ કેન્દ્રસરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરે.

➡️મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની યુનિવર્સીટી કોલેજોના ઝુઓલોજી વિષયના તેમજ પ્રાણી -વનસ્પતિશાસ્ત્રના BSC, MSC ના છેલ્લા 5 વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 4 માસ માટે પ્રોજેકટ કરવા માટે વનવિભાગ તરફથી અપાતી પરવાનગી ત્વરાએ અપાય તેમજ વનવિભાગ અને શિક્ષણવિદોનો આવી પરવાનગી સમિતિમાં સમાવેશ કરવા પણ સૂચન કર્યું હતું.

➡️મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિ સાથે સંકળાયેલા માનદ સભ્યોના સૂચનો પ્રત્યે પણ સકારાત્મકતાથી વનવિભાગ – રાજ્યસરકાર યોગ્ય વિચારણા કરશે તેમ આ બેઠકમાં જણાવ્યું હતું.

➡️ગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ, રાષ્ટ્રિયઉદ્યાનો, ઇકોસેન્સેટિવ ઝોનની ગતિવિધિઓ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા જેવા વિવિધ એજન્ડા ઉપર બેઠકમાં ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!