વિકાસની વાત

‘CNG સહભાગી યોજના’ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી દ્વારા બે મહત્વના નિર્ણયો લેવાયા.

96views

હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશનો માટે ફાયર વિભાગની પરવાનગી 7 દિવસમાં જ આપી દેવામાં આવશે. આ તકે ગુજરાત CNG ડીલર એસોસિએશને મુખ્યમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

વજન માપન અને સ્ટેમપીંગ સંબંધિત મંજૂરી ઓનલાઈન અરજી ના એક સપ્તાહમાં આપી દેવામાં આવશે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ CNG વાહનધારકો – ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઈનોમાં ઉભા રહેવું ના પડે તેવા ઉદાત્ત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300 થી વધારે નવા CNG સહભાગી યોજના અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ CNG સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ પર્યાવરણની સરકારની જે સંકલ્પબદ્ધધતા દર્શાવી છે તે માટે અને CNG ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત CNG ડીલર એસોસિએશને ગાંધીનગરમાં શ્રી વિજયભાઈ રૂપનીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.

એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ નવા CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, CNG પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઈટ પરથી પણ મેળવી શકો છો.

Leave a Response

error: Content is protected !!