Corona Updateરાજનીતિ

કુલ 187.77 કરોડના બે પ્રોજેક્ટને CM રૂપાણીએ મંજુરી આપી, કોરોનામાં પણ ગુજરાતની ગાડી સડસડાટ દોડી

546views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે કોરોના હોય તો પણ દેશના વિકાસની ગતિ અને વિકાસના કામો અટકશે નહિ. એ જ જનુનથી બધા કામ કરશે. CM રૂપાણીએ પણ આ જ વાતને વધાવી છે અને ગુજરાતના વિકાસની ગાડી જરા પણ ધીમી પડવા દીધી નથી. આશરે 187.77 કરોડ જેટલા કુલ પ્રોજેક્ટને આજે મંજુરી મળી છ.

  • નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી
  • મહિસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં ઉદવહન પાઇપલાઇનથી સિંચાઇ માટે ર૬ તળાવો ભરવા ૭૩.ર૭ કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી

નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે.

       નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.

       ૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.

       એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે. 

મહિસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં ઉદવહન પાઇપલાઇનથી સિંચાઇ માટે ર૬ તળાવો ભરવા ૭૩.ર૭ કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી

સિંચાઇ સુવિધાથી વંચિત ૧ર ગામોની ૧૬૦૦ હેકટર જમીનમાં મળશે સિંચાઇ સવલત

        મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

        મુખ્યમંત્રીએ આપેલી આ યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે.

        કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે.

        આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી.

        મુખ્યમંત્રીએ આ આદિજાતિ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવાની પ્રતિબદ્ધતા અને ઇચ્છાશકિત સાથે ૭૩.ર૭ કરોડની આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

        યોજના અંતર્ગત કડાણા તાલુકાના સરસડી ગામ પાસે કડાણા જળાશયમાં ઇન્ટેકવેલ દ્વારા ૩૮.૬ર કિ.મીટરની પાઇપલાઇન તથા ૩ પમ્પીંગ સ્ટેશન મારફતે ૧ર ગામોના ર૬ તળાવો કડાણા જળાશયના પાણીથી ભરવામાં આવશે.

        વિજયભાઇ રૂપાણીના આ આદિજાતિ કિસાન હિતકારી અભિગમને પરિણામે આદિજાતિ વિસ્તારના ખેડૂતો ધરતીપુત્રો રવિ ઋતુમાં પાક લઇ શકશે.

        એટલું જ નહિ, જે ર૬ તળાવો કડાણાના પાણીથી ભરાશે તેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવતાં ખેતીવાડી-પાકની તકો પણ વ્યાપક થશે.

Leave a Response

error: Content is protected !!