ધર્મ જ્ઞાન

21 જુને પહેલું સુર્યગ્રહણ ભારતમાં જોવા મળવાનું હોવાથી લાગશે સુતક, જાણો સુતકનો સમય

1.15Kviews

21 જૂને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થઇ રહ્યું છે. જે જેઠ મહિનાની અમાસના રોજ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. જેથી તેનો વધારે પ્રભાવ જોવા મળશે. કાશીના જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રા પ્રમાણે આ ગ્રહણ દેશમાં જોવા મળશે. એટલે તેનું સૂતક પણ લાગશે. આ સૂર્યગ્રહણની અશુભ અસર 8 રાશિઓ ઉપર રહેશે અને 4 રાશિના લોકો ગ્રહણની અશુભ અસરથી બચી જશે. આ ગ્રહણના અશુભ પ્રભાવથી તોફાન અને ભૂકંપ જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ પણ આવી શકે છે. આ સૂર્યગ્રહણની અસર ભારત સહિત નેપાળ, પાકિસ્તાન, સઊદી અરબ, યૂએઈ, એથોપિયા તથા કાંગોમાં જોવા મળશે.

ગ્રહણ અને સૂતકનો સમયઃ-
ગ્રહણકાળ સવારે 10.31 થી બપોરે 2.04 સુધી રહેશે. જેનું સૂતક 20 જૂને રાતે 10.20થી જ શરૂ થઇ જશે. સૂતક કાળમાં બાળક, વૃદ્ધ તથા રોગીને છોડીને અન્ય કોઇએ ભોજન કરવું જોઇએ નહીં. આ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં તુલસીદળ રાખો. ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને સાવધાન રહે. ગ્રહણકાળમાં સૂવું અને ભોજન કરવું જોઇએ નહીં. છરીથી શાકભાજી, ફળ વગેરે કાપવા પણ વર્જિત માનવામાં આવે છે.

ગ્રહણનું ફળઃ-
મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો ઉપર ગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે નહીં. જ્યારે વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. તેમાં વૃશ્ચિક રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે. કંકણ આકૃત્તિ ગ્રહણ હોવાની સાથે જ આ ગ્રહણ રવિવારે હોવાથી વધારે પ્રભાવી થઇ ગયું છે. આ સૂર્યગ્રહણ દરમિયાન સ્નાન, દાન અને મંત્રજાપ કરવું વિશેષ ફળદાયી રહેશે.

જરૂરિયાતમંદ લોકોને દાન કરો અને શુભ કામ કરવાથી બચવું-

  • સૂતકકાળમાં કોઇપણ શુભ કામ કરી શકતાં નથી. ગ્રંથો પ્રમાણે સૂતકકાળમાં પૂજા પાઠ અને દેવી દેવતાઓની મૂર્તિઓને પણ સ્વર્શ કરવાની મનાઇ છે. આ દરમિયાન કોઇ શુભકામ શરૂ કરવું શુભ માનવામાં આવતું નથી.
  • સૂર્યગ્રહણની અશુભ અસરથી બચવા માટે પ્રભાવિત રાશિના લોકોએ ગ્રહણકાળ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ અથવા સાંભળી પણ શકો છો. આ સિવાય જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરો. ગ્રહણ પહેલાં તોડીને રાખેલાં તુલસીના પાનનું ગ્રહણકાળ દરમિયાન સેવન કરવાથી અશુભ અસરથી બચી શકાય છે.

Leave a Response

error: Content is protected !!