Corona Update

ભારત માટે સૌથી મોટા પોઝિટિવ ન્યુઝ, 5 દિવસમાં રિકવરી રેટ 3.7%ના વધારા સાથે 27.5% થયો

833views

1.દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 42,533 કેસો નોંધાયા.
2.છેલ્લા 24 કલાકમાં 2553 નવા કેસો સામે આવ્યા.
3.અત્યાર સુધીમાં 122 જિલ્લાઓમાં માત્ર 610 કેસ જે દેશના કુલ કેસના 2%જ છે.
4.5 દિવસમાં રિકવરી રેટમાં 3.7%ના વધારા સાથે પહોંચ્યો 27.5%.
5. દેશમાં કુલ 11,706 લોકો રહ્યા કોરોનાને માત આપવામાં સફળ.
6.લોકડાઉન -3માં દેશને 3 ઝોનમાં વહેંચાયો,તો સાથે ઝોન પ્રમાણે ઘણા પ્રતિબંધો સાથે અપાઈ છૂટછાટ.
7.સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી બહાર નીકળવા પર યથાવત પ્રતિબંધ.
8.જો નિયમોનું પાલન નહીં થાય તો વધી શકે છે કેસો:સ્વાસ્થ્ય મંત્રાલય

 

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસના હાલત રોજ પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપે છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધી 11 હજાર 706 લોકો સાજા થયા છે. રિકવરી રેટ 27.52% થઈ ગયો છે. 28 એપ્રિલે રિકવરી રેટ 23.8% હતો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેસીંગમાં જો યોગ્ય રીતે તેનું પાલન ન થાય તો સંક્રમણ ફેલાવોનો ડર છે.
અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, કંટેન્મેન્ટ ઝોન અને તેની બહાર પણ આપણે તમામ પ્રકારની સાવધાની રાખવી જોઈએ. જ્યાં રાહત આપવામાં આવી છે, ત્યાં ભીડ ભાડથી બચવું જોઈએ. લોકડાઉનમાં આપણે તમામ સામાજિક જવાબદારી સમજવી પડશે.

અત્યાર સુધી દેશમાં 42,533 કેસ 
અગ્રવાલે એવું પણ કહ્યું કે, અત્યાર સુધી 112 જિલ્લામાં માત્ર 610 કેસ છે. આ દેશમાં કુલ કેસના 2 ટકા છે. આ તમામ જિલ્લામાં લોકોને મોટા પાયે જાગૃત કરવામાં આવ્યા છે. દેશમાં કુલ 42 હજાર 533 કેસ સામે આવ્યા છે. અમે સતત તપાસ વધારી રહ્યા છીએ અને લોકોને શોધીને તેમને સાજા કરવાનું કામ કરી રહ્યા છે. લોકડાઉન-3માં દેશને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. શાળા, કોલેજ, મોલ પહેલાની જેમ જ બંધ રહેશે. કંટેન્ટમેન્ટ ઝોનમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ રહેશે .સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 2553 કેસ વધ્યા છે. ટોટલ એક્ટિવ કેસ 29453 છે.  સાથે જ દેશમાં અત્યાર સુધી 42, 533 કેસ નોંધાયા છે.સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્કનો ઉપયોગ કરશો. જો નિયમનું પાલન નહીં થાય તો કેસ વધી શકે છે.

દેશના તમામ 3 ઝોનમાં ઘણા પ્રતિબંધો સાથે છૂટ છાટ અપાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુષ્ણ સલિલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશના તમામ 3 ઝોનમાં ઘણા પ્રતિબંધો સાથે છૂટ છાટ અપાઈ છે. પણ કંટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પ્રકારની કોઈ ગતિવિધિ નહી થાય. ગૃહ મંત્રાલય રેડ ઝોનમાં જરૂરી ચીજ વસ્તુ માટે ઈ કોમર્સ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે. તમામ ઝોનમાં છૂટ સાથે ઘણા પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે.

તેમણે એવું પણ જણાવ્યું કે, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક આયોજનો પર હાલ પ્રતિબંધ છે. ધાર્મિકર કાર્યક્રમ પણ બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નીકળવા પર પ્રતિબંધ રહેશે. રેડ અને ઓરેન્જ ઝોનના કંટેનમેન્ટ ઝોનમાં સખતાઈ હશે. અહીંયા જરૂરી સામાનની આપૂર્તિ ઉપરાંત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં થાય. રેડ ઝોનમાં કંટેનમેન્ટ બહાર ઓટો રિક્ષા અને ઈન્ટર ડિસ્ટ્રિક્ટ બસોના પરિવહન પર પ્રતિબંધ છે. સલૂન પણ નહીં ખુલે. જો કે આવાસીય વિસ્તારમાં આવેલી દુકાનો નહીં ખુલે.

Leave a Response

error: Content is protected !!