રાજનીતિ

આનંદો… સૌરાષ્ટ્રમાં ઉનાળામાં નહિ સર્જાય પાણીની તંગી, સરકારે લીધો આ મોટો નિર્ણય

586views

રાજ્યના સીએમઓ સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. જે નિયમ અમલમાં છે તેના પાલન સાથે તમામ છૂટછાટ આપવામાં આવી છે. 3 લાખ જેટલાં ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. જેનાથી 25 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યાં છે. ઔદ્યોગિક એકમોમાં 7500 મેગાવોટ વિજળીનો વપરાશ થયો છે. રાજ્યમાં મોટા પાયે ઓદ્યોગિક કામગીરી શરૂ થઈ ગઈ છે.

તો ઉનાળાને લઈ રાજ્યમાં પાણીની કટોકટી ન થાય તે માટે અશ્વિની કુમારે જણાવ્યું કે, રાજ્યમાં પાણીની સમસ્યા ન સર્જાઈ તે માટે તળાવો, ચેકડેમ ભરીને પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. સૌથી યોજના હેઠળ સૌરાષ્ટ્રના 25થી વધુ જળાશયો ભરવામાં આવશે. મચ્છુ 2 ડેમ અને જામનગરના ડેમ ભરવામાં આવશે. સૌની યૌજનાની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. 400થી વધુ ચેકડેમમાં પાણી ભરાશે. 12 તળાવમાં પાણી ભરવામાં આવશે. 4 હજાર મીલિયન ઘનફૂટ પાણી છોડાશે. ઉનાળામાં પાણી ન ખૂટે તે માટે આયોજન કરાયું છે.

આ સાથે અશ્વિની કુમારે એમ પણ જણાવ્યું કે, મનપા અને નપા વિસ્તારમાં જે સરકારી કામો કરવામાં આવે છે. જેમ કે, મકાન બનાવવા, બાંધકામ સહિત વિકાસના તમામ કામો શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી તમામ મનપા અને નગરપાલિકામાં તમામ વિકાસના કામોની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કામમાં 25 હજાર કરતા વધુ શ્રમિકોને રોજગારી મળી રહી છે. તો શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 834 જેટલાં વિકાસના કામ હાલ કાર્યરત છે.

Leave a Response

error: Content is protected !!