જાણવા જેવુ

તમારા 30 ટકા કામ શનિને કારણે અટકે છે, આજે શનિ જયંતિના દિવસે આ ઉપાય અજમાવો અને કષ્ટમુક્ત બનો

717views

આજે શુક્રવારે શનિ જયંતિ છે. માનવજીવન પર નવગ્રહમાં સર્વાધિક પ્રભાવ શનિ ગ્રહનો છે. અન્ય ગ્રહ કરતાં શનિ ગ્રહ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. તેથી તેનો ભ્રમણ સમય વધુ છે. જેથી તે જાતકને સારું ખરાબ ફળ વધુ સમય આપે છે. જેમાં ખરાબ ફળ ભોગવતા જાતકને દુઃખનો અનુભવ વધુ થાય છે. નવ ગ્રહમાં શનિદેવ ન્યાયાધીશ છે, જેથી તે જાતકને કર્મ અનુસાર સારું ખરાબ ફળ આપે છે. મનુષ્યના આયુષ્યનો 30% સમય શનિ ગ્રહના પ્રભાવમાં છે, એટલે પૂર્વજન્મમાં કર્મ સારા કરેલ હોય તો શનિ ગ્રહની કુંડળીમાં સ્થિતિ સારી હોય અને જીવન સારું રહે, યાદ રાખો કોઈ પણ ગ્રહ ખરાબ કે સારા નથી કર્માનુસાર જ જન્મ કુંડળીમાં ગ્રહ સ્થિતિ બને છે, અને સારું કે ખરાબ ફળ મળે છે. આપણે દાન, મંત્રજાપ કે સાધનાથી તેમનો પ્રભાવ ઓછો કરી શકીએ પણ સંપૂર્ણ નાબૂદ કરી શકતા નથી.

શનિ ગ્રહની સ્થિતિ જો કુંડળીમાં નબળી હોય તો આળસ, વધુ નિદ્રા, ભય, રોગ, વ્યાધિ, પીડા, જડતા, અપયશ, કુબુદ્ધિ જેવા દુર્ગુણ વધુ આવે જે દુર્ભાગ્યનું નિર્માણ કરે, અને તેની શુભ સ્થિતિ હોય તો પરિશ્રમ, સેવા, એકનિષ્ઠતા, નિયમિતતા, બળવાન શરીર જેવા શુભ ફળ મળે. જે જાતકની કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ સારી હોય તેને ધ્યાન, સાધના, યોગવિજ્ઞાન જેવું આધ્યાત્મિક જ્ઞાન વધુ મળે, તેમને ધ્યાન, ધારણા, સમાધિમાં વધુરસ રહે, શનિ ગ્રહ સેવા અને દાનથી વધુ પ્રસન્ન થાય છે.

1. નિયમિત તેલવાળી રોટલી કાળા કુતરાને ખવડાવવી જેથી શનિગ્રહની પીડામાં રાહત મળે છે.

2. વૃદ્ધની સેવા કરવાથી તેમજ જરૂરિયાતમંદને મદદ કરવાથી શનિગ્રહની પીડામાં રાહત મળે છે.

3. કાળાઅડદ, કાળાતલ, તેલ, કાળાચંપલ, કાળોધાબળો, કાળુંવસ્ત્ર, લોખંડની વસ્તુનું દાન પદ્ધતિસર કરવાથી શુભફળ મળે છે.

4. ૐ સં સર્વારીષ્ટ નિવારણાય નવગ્રહેભ્યો નમઃ નો જાપ નિયમિત 10 મિનિટ કરવો.

5. શનિવારે હનુમાનજીના પગ પર તેલ, સિંદૂર, અડદ મિશ્ર કરીને ચઢાવીને હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી શનિ ગ્રહના પ્રકોપથી બચી શકાય છે.

6. શનિ ગ્રહથી થતા વાયુ દોષ નિવારણ માટે શરીરને નિયમિત માલિશ કરવું, યોગ પ્રાણાયામ કરવા, સામાન્ય કસરત કરવી, વાયુ કરે તેવું ભોજન ન લેવું અને શરીરને અનુકૂળ ભોજન લેવું.

Leave a Response

error: Content is protected !!