રાજનીતિ

વડોદરામાં 31 કાચબા મૃત હાલતમાં મળતા ચકચાર, વિસ્ફોટક પદાર્થને કારણે મૃત્યુ થયુ હોવાની આશંકા

408views

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાંથી 31 જેટલા કાચબા મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રાણીઓ પર ક્રુરતાનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. આજે સવારે તળાવમાં કાચબા તરતા જોઇને સ્થાનિક લોકોએ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને જાણ કરી હતી. જેથી તેમની ટીમ પહોંચી ગઇ હતી અને વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

  • ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, તળાવના કિનારે કોઇ વ્યક્તિએ વિસ્ફોટક પ્રદાર્થ ફોડતા આ કાચબાઓનું મરણ થયું છે.
  • કાચબા શિડ્યુલ-1નું પ્રાણી છે, જેથી ગંભીર બાબત છે,
  • આ મામલે કાર્યવાહી થવી જોઇએ.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે
વડોદરા વન વિભાગના RFO નિધિબેને જણાવ્યું હતું કે, કાચબાના મૃત્યુ થયા હોવાનો આજે સવારે મેસેજ મળતા અમે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં 31 જેટલા કાચબાના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. કોઇ વ્યક્તિએ વિસ્ફોટક પ્રદાર્થ ફોડવાના કારણે કાચબાના મૃત્યુ થયા હોવાનું મનાય છે. જોકે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

Leave a Response

error: Content is protected !!