Corona Update

PM CARE FUNDમાંથી 3100 કરોડ રૂપિયા કોરોના જંગ લડવા ફાળવાયા.. વાંચો ક્યા કામ માટે વાપરાવામાં આવી રકમ ?

821views

PM Cares ફંડમાંથી 3100 કરોડ રૂપિયા ફાળવાયા

કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેરાત કરીને એ જાણકારી આપી કે PM Cares ફંડમાં આવેલી દાનની રકમમાંથી 3100 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ફાળવવામાં આવેલું ફંડ ક્યાં વપરાશે ?

3100 કરોડ રૂપિયાની ફાળવણી પૈકી 2100 કરોડ રૂપિયા કોવિડ-19 સામે લડત આપવા આવશ્યક એવા વેન્ટિલેટર ખરીદવા માટે, 1000 કરોડ રૂપિયા વતન પરત ફરતા પ્રવાસી મજૂરોને માટે તથા 100 કરોડ રૂપિયા કોવિડ-19 એટલે કે કોરોના વાયરસની રસી વિકસાવવા માટે ફાળવવામાં આવ્યા છે.

વેન્ટિલેટર્સ માટે ફાળવણી

વેન્ટિલેટર ખરીદવા માટે ફાળવવામાં આવેલાં 2100 કરોડ રૂપિયામાંથી આશરે 50000 મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર્સ ખરીદવામાં આવશે. ખરીદવામાં આવેલાં મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર્સ રાજ્ય સરકાર/ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલોને આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત દર્દીની ગંભીર સ્થિતિ સમયે ઉપયોગી થઈ શકે. દર્દીનું જીવન બચાવવા માટે વેન્ટિલેટર આશિર્વાદ ગણી શકાય.

પ્રવાસી મજુરો માટે ફાળવણી

પ્રવાસી મજુરોની સુવિધાઓ સુદ્રઢ કરવા માટે ₹1000 કરોડની ફાળવણી PM Cares ફંડમાંથી કરવામાં આવી છે. આ ફંડ જે તે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર ને ફાળવવામાં આવશે. આ રકમ દ્વારા પ્રવાસી મજુરોને રહેવાની સારી સગવડ ઉપલબ્ધ કરાવવા, જમવાની વ્યવસ્થા કરવા, સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તેમને વતન પરત ફરવા માટેની વ્યવસ્થા વધુ સઘન અને અસરકારક બનાવવા વાપરવામાં આવશે.

રસી/વેક્સિન શોધવા માટે ફાળવણી

સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં કોરોના વાયરસની રસી/વેક્સિન વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ કેટલાક સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગ સાથે મળીને કોરોનાની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ભારતના વૈજ્ઞાનિકો પણ આ કાર્યમાં પાછળ ના રહે તે માટે ₹ 100 કરોડની ફાળવણી કરાઈ છે.

PM Cares ફંડની ફાળવણી કેવી રીતે થશે

PM Cares ફંડની ફાળવણી જીલ્લા કલેકટર/જીલ્લા મેજીસ્ટ્રેટ/મ્યુનિસિપલ કમિશ્નરને જે તે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ કમિશ્નર દ્વારા કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!