રાજનીતિ

કોરોના વચ્ચે વાવાઝોડાની આફત : ગુજરાત પર બે વાવાઝોડાનો ખતરો, જાણો કઈ તારીખે ક્યા શહેરમાં ટકેરાશે?

2.96Kviews
  • 3 જૂનની આસપાસ ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે
  • ભાવનગર, ગીર સોમનામ જિલ્લામાં વાવાઝોડું ટકરાવવાનું શક્યતા છે.
  • 6 જુને બીજુ વાવાઝોડુ ગુજરાતમાં ટકારાય શકે છે
  • ગુજરાત-મહારાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે વાવાઝોડું
  • ખંભાતના અખાતથી ગુજરાતમાં પ્રવેશી શકે છે વાવાઝોડું
  • આખરી માહિતી 31મેના દિવસે ખબર પડશે

 31 મેની આસપાસ  લક્ષદ્વિપ પાસે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે. ત્યાર બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. જો કે ગુજરાત હવામાન  વિભાગે આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સમાચાર હવામાનની માહિતી આપતી વેબસાઈટ વીન્ડીના આધારે છે.

3 જૂનની આસપાસ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે

આ વાવાઝોડું ભારે પવનની સાથે સાથે ભારે વરસાદ પણ લઈને આવી શકે છે. 3 જૂનની આસપાસ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે છે.. વાવાઝોડાના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ  થઈ શકે છે.

ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના

ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડું ખંભાતના અખાતથી ગુજરાતમાં પ્રવેશે તેવી પણ સંભાવના છે. અને ત્યાર બાદ તે ગુજરાતને ક્રોસ કરીને રાજસ્થાનમાં પણ પ્રવેશી શકે છે..આ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ  થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. 

અરબી સમુદ્રમાં અત્યારથી લો -પ્રેશર સર્જાઈ ગયું

વિન્ડી (www.windy.com) મુજબ  ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેની અસર ગુજરાત પર 3 જુનના દિવસે થઈ શકે છે. અરબી સમુદ્રમાં સોમાલિયા અને  એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડું સર્જશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે.

લગભગ 110 કિમીની ઝડપે ટકરાઈ શકે વાવાઝોડું

જો 3જી જૂને વાવાઝોડું આવે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્ર હોઈ શકે છે.  ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ લગભગ 110 કિમી/કલાકની હોવાની સંભાવના સેવાઈ રહી છે. 


એક નહીં બે વાવાઝોડાં સક્રિય થયા

અરબી સમુદ્રમાંથી આવી રહેલાં આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ  વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે. આ સાથે રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું  લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે. 

સોર્સ – વીટીવી

Leave a Response

error: Content is protected !!