ધર્મ જ્ઞાન

21 જુને અસામાન્ય સુર્યગ્રહણ, એક સાથે છ ગ્રહ વક્રી હશે આવું સુર્યગ્રહણ 500 વર્ષે એક વાર થાય

924views

રવિવાર, 21 જૂને ખંડગ્રાસ એટલે આંશિક સૂર્યગ્રહણ થશે. ભારત સહિત એશિયા, આફ્રિકા અને યૂરોપમાં ગ્રહણ જોવા મળશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહણનો સ્પર્શ સવારે 10.14 મિનિટે, ગ્રહણનું મધ્ય 11.56 મિનિટે અને ગ્રહણનો મોક્ષ 1.38 મિનિટે થશે. ગ્રહણનું સૂતક 20 જૂને રાતે 10.14 મિનિટથી શરૂ થઇ જશે. સૂતક 21 જૂને બપોરે 1.38 સુધી રહેશે. 2020નું આ એકમાત્ર ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે અને તેની ધાર્મિક અસર પણ માન્ય રહેશે. આ ગ્રહણ મૃગશિરા નક્ષત્રમાં અને મિથુન રાશિમાં થશે. આ દિવસે રાહુ-કેતુ સિવાય ગુરુ, શનિ, બુધ અને શુક્ર વક્રી રહેશે.

આગની દુર્ઘટના, વિવાદ અને તણાવની પરિસ્થિતિ બની શકે છેઃ-
દેશમાં આ ગ્રહણની અશુભ અસર જોવા મળશે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહતસંહિતા પ્રમાણે આ ગ્રહણ ઉપર મંગળની દૃષ્ટિ પડવાથી દેશમાં આગની દુર્ઘટના, વિવાદ અને તણાવની સ્થિતિઓ બની શકે છે. જેઠ મહિનામાં આ ગ્રહણ હોવાથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કાશ્મીર અને દિલ્હીમાં તેની વિશેષ અસર જોવા મળશે. સાથે જ, યમુના નદીના કિનારે વસેલાં શહેરો ઉપર પણ તેની અશુભ અસર પડશે. ત્યાં જ, અફઘાનિસ્તાન અને ચીન માટે આ ગ્રહણ અશુભ રહેશે

સૂતક કાળમાં માત્ર મંત્રનો જાપ કરોઃ-
પં. શર્મા પ્રમાણે ગ્રહણના સૂતક કાળમાં પૂજા-પાઠ કરવા જોઇએ નહીં. આ સમયે તમારા ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો જોઇએ. મંત્ર જાપ પણ મનમાં જ કરવો. માન્યતા છે કે, ગ્રહણ કાળમાં કરેલાં મંત્ર જાપનું ફળ જલ્દી મળી શકે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરો અને સ્નાન બાદ જરૂરિયાતમંદ લોકોને ધન-અનાજનું દાન કરો. આ સમયે કરલાં શુભ કામ અક્ષય પુણ્ય પ્રદાન કરે છે.

આ મંત્રનો જાપ કરી શકો છોઃ-
ગ્રહણ સમયે મહામૃત્યુંજય મંત્ર ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्, શિવ મંત્ર ૐ નમઃ શિવાય, શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ, શ્રીરામના મંત્ર રાં રામાય નમઃ, ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ, દુર્ગા મંત્ર દું દુર્ગાય નમઃ, સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમઃ, ચંદ્ર મંત્ર સોં સોમાય નમઃ, હનુમાન મંત્ર ૐ રામદૂતાય નમઃ, વિષ્ણુ મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકો છો.

બધી જ બારેય રાશિ ઉપર સૂર્યગ્રહણની અસરઃ-
મેષ, સિંહ, કન્યા, કુંભ રાશિ માટે સૂર્યગ્રહણ શુભ ફળ આપનાર સ્થિતિ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું. આ લોકો માટે વિઘ્નો વધી શકે છે.

12માંથી 8 રાશિઓ માટે અશુભઃ-
અશુભ– વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન
સામાન્ય– મેષ, મકર, કન્યા અને સિંહ

Leave a Response

error: Content is protected !!