Corona Update

શાબાશ ગુજરાત : સૌપ્રથમ વાર એકસાથે 45 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, વડોદરાની ટીમ અને તંત્રને સલામ છે

262views
  • વડોદરામાં એક સાથે 45 દર્દી થયા કોરોના મુક્ત 
  • કોરોના કેર સેન્ટરમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ 
  • દિવસમાં બે વાર રિપોર્ટ આવ્યો નેગેટિવ 
  • સરકાર અને તંત્રના અથાક પ્રયત્નોને મળી સફળતા 

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમા ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની પણ મદદ કરશે.

Leave a Response

error: Content is protected !!