ધર્મ જ્ઞાન

મોનસુન મંદિર : વરસાદ આવવાના 4-5 દિવસ પહેલા મંદિરમાં ટીપા પડે છે અને આ જોઇ વરસાદની આગાહી થાય છે

658views

ઉત્તરપ્રદેશના કાનપુરથી લગભગ 40 કિમી દૂર બેહટા ગામ આવેલું છે. આ ભિતરગામ વિકાસ ખંડની અંતર્ગત આવે છે. અહીં એક એવું મંદિર સ્થિત છે જે વરસાદની આગાહી કરે છે. લગભગ એક હજાર વર્ષ જૂના મંદિરની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે, અહીં વરસાદ થવાના 5-7 દિવસ પહેલાં જ મંદિરના છાપરા ઉપરથી પાણીના ટીપા ટપકવા લાગે છે. મંદિરનું નિર્માણ એક હજાર વર્ષથી પણ વધારે જૂનું છે. તેના ઉપર અનેક રિસર્ચ કરવામાં આવી ગઇ છે.

મંદિરના પૂજારી કેપી શુક્લાએ જણાવ્યું કે, અહીં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત છે. મંદિરના છાપરા ઉપર મોનસૂન પત્થર રાખવામાં આવેલ છે. આ પત્થર ઉપરથી ટપકતાં ટીપા ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે, વરસાદ કેવો થશે. જો વધારે ટીપા ટપકે તો વધારે વરસાદ થવાની સંભાવના રહે છે. આ કોઇ કોરી માન્યતા નથી, તેમાં સંપૂર્ણ વિજ્ઞાન છે. મંદિર બનાવતી સમયે જ આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હશે. મંદિરની દીવાલો અને છાપરાને એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે, તે મોનસૂન શરૂ થવાના 5-7 દિવસ પહેલાંથી જ કામ કરવાનું શરૂ કરી દે છે.

દીવાલો 15 ફૂટ પહોળી છેઃ-
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ લખનૌના સીનિયર સીએ મનોજ વર્માએ જણાવ્યું કે, આ મંદિર અનેકવાર તૂટ્યું અને બન્યું છે. અહીં અનેક લોકોએ રિસર્ચ કર્યું છે. મોટાભાગના રિસર્ચનું અનુમાન છે કે, આ મંદિર 9મી-10મી સદી આસપાસનું છે. મંદિરની દીવાલો લગભગ 15 ફૂટ પહોળી છે. મંદિરને બનવામાં ચૂના અને પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વરસાદ પહેલાં વાતાવરણમાં બફારો વધવા લાગે છે, જેનાથી ચૂનો વાતાવરણની ભીનાશ ગ્રહણ કરે છે.

આ ભીનાશ પત્થર સુધી પહોંચે છે અને પત્થરમાંથી પાણીના ટીપા ટપકવા લાગે છે. જ્યારે પણ વાતાવરણમાં બફારો વધે છે, ત્યારે વરસાદ થાય છે. જેના કારણે આ મંદિરને મોનસૂન મંદિર કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહના છાપરા ઉપર રહેલાં પત્થરને મોનસૂન પત્થર કહેવામાં આવે છે કેમ કે, અહીંથી જ પાણી ટપકે છે. જોકે, આ પત્થર કોઇ વિશેષ પ્રજાતિનો નથી. આ સામાન્ય પત્થર જ છે.

મંદિર ત્રણ ભાગમાં બનેલું છેઃ-
ભિતરગામના વિકાસ ખંડ અધિકારી સૌરભ બર્ણવાલે જણાવ્યું કે, આ મંદિર ત્રણ ભાગમાં બનેલું છે. ગર્ભગૃહનો એક નાનો ભાગ છે અને પછી મોટો ભાગ છે. આ ત્રણ ભાગ વિવિધ કાળમાં બનેલાં છે. અહીં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે. અહીં વિષ્ણુના 24 અવતારોની, પદ્મનાભ સ્વામીની મૂર્તિ સ્થાપિત છે.

મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિ અને પૂજારી કે.પી. શુક્લા

મંદિરના ઇતિહાસને લઇને મતભેદઃ-

મંદિરની દેખરેખ કરનાર કેપી શુક્લાએ જણાવ્યું કે, મંદિરના ઇતિહાસને લઇને અનેક મતભેદ છે. પ્રાચીન સમયમાં વિવિધ રાજાઓએ મંદિરનું સમારકામ કરાવ્યું છે. અહીં થોડી ખંડિત મૂર્તિઓ પણ છે, તેની શૈલી ખૂબ જ પ્રાચીન સમયની છે. મંદિરના નિર્માણને લઇને કોઇપણ લિખિત પ્રમાણ નથી. મંદિરમાં પ્રવેશ કરતી સમયે દક્ષિણમાં એક વિશેષ મૂર્તિ છે. થોડાં લોકો તેને વિષ્ણુજીની મૂર્તિ માને છે અને થોડાં લોકો તેને શિવજીની મૂર્તિ માને છે. આ પ્રકારની પ્રતિમાઓ લગભગ બે હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવતી હતી.

Leave a Response

error: Content is protected !!