રાજનીતિ

પોલીસને મળી સુશાંત રહસ્યમય પાંચ ડાયરી, સુશાંતની નજીકની મિત્ર રીયા પહોંચી પોલીસ સ્ટેશન

6.44Kviews

સુશાંતે મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેના આ પગલા પાછળનું કારણ શું છે તે અંગે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો છે. કોઈ સુશાંતના આઉટસાઈડર હોવા પર નેપોટિજ્મનો આરોપ લગાવી રહ્યાં છે, તો કેટલાક તેના અંગત જીવન વિશે અનુમાન લગાવી રહ્યા છે. તો મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં રોકાયેલ છે. તાજેતરમાં જ આ કેસમાં પોલીસને મોટી માહિતી મળી હોવાનું સામે આવ્યું છે.

સુશાંતના આપઘાત કેસમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી પરંતુ સમાચાર આવી રહ્યા છે કે પોલીસે સુશાંતના ઘરેથી એક મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. સૂત્રો અનુસાર પોલીસને સુશાંતના ઘરમાંથી 5 પર્સનલ ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં લખેલ વસ્તુઓની તપાસ કર્યા બાદ તેની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયરીમાં તે પુસ્તકોમાં વાંચેલા મહત્વના અવતરણ લખતો હતો. સુશાંતની ડાયરી અનુસાર ઘણા લોકોની પૂછપરછ પણ કરી શકાય છે.

પોલીસે અત્યાર સુધી 9 લોકોના નિવેદનો નોંધ્યા છે

અત્યાર સુધીમાં સુશાંતના પિતા કે.કે.સિંઘ અને બે બહેનો સહિત નવ લોકોનાં નિવેદનો નોંધ્યા છે. પોલીસે તેમના બે મેનેજર રસોઈયા, તેમના મિત્ર અને અભિનેતા મહેશ શેટ્ટી અને કી વાલાના નિવેદનો પણ નોંધ્યા છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ કેસમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ થઈ ચૂકી છે. તેઓને મદદ માટે પણ બોલાવવામાં આવશે. સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંદર્ભમાં સુશાંતના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા પણ તપાસમાં મદદ કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!