Corona Update

5 વર્ષનો બાળક બે મહિના પછી માતાને મળ્યો, દિલ્હીથી બેંગ્લોર એકલો ફ્લાઈટમાં આવ્યો, PM મોદીનો આભાર માન્યો

2.28Kviews

ફ્લાઈસ શરૂ કરીને પીએમ મોદીએ અનેક લોકોને ખુશીઓની ચાવી આપી દીધી છે. બેંગ્લોરમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. માત્ર પાંત જ વર્ષનો બાળક એકલો દિલ્હીથી બેંગ્લોર આવી ગયો. પાંચ વર્ષનું બાળક એટલે તેને શું ખબર પડતી હોય હજુ. ત્યારે આવા કોરોનાકાળમાં પણ તે એકલો આવી ગયો.

એક પાંચ વર્ષના બાળકને માત્ર તેની માતાથી અલગ જ રહેવું પડ્યું નહીં પરંતુ તેની પાસે જવું પણ સરળ રહ્યું નહીં. બાળક દિલ્હીથી કર્ણાટકની ફલાઇટમાં બેસીને એકલો ગયો. તમે ખુદ વિચારો કે 5 વર્ષની ઉંમરમાં આ બાળક માટે આ લાંબી સફર કરવી કેવી રહી હશે.

લગભગ બે મહિના બાદ કોરોના લોકડાઉનના લીધે ફ્લાઇટ સર્વિસીસ બંધ રહી. તે આજથી ફરી શરૂ થઇ ગઇ છે. હાલ ડોમેસ્ટિક એરલાઇન્સને જ મંજૂરી મળી છે. આવી જ એક ફ્લાઇટ દિલ્હીથી બેંગલુરૂ પહોંચી. તેમાં વિહાન નામનું એક પાંચ વર્ષનું બાળક બેસીને આવ્યું હતું.

વિહાન શર્માના માતા મંજરી શર્માએ કહ્યું કે તેમનો દીકરો છેલ્લાં ત્રણ મહિનાથી દિલ્હી હતો. ત્યાં તેના દાદા-દાદી પાસે હતો અને પછી લોકડાઉનના લીધે ત્યાં ફસાઇ ગયો

Leave a Response

error: Content is protected !!