Corona Update

હવે ગેસ સિલિન્ડરની ચિંતા છોડો,રાજ્ય સરકાર ત્રણ મહિના સુધી આપશે ફ્રિમાં ગેસ સિલિન્ડર

1.25Kviews
  • મુખ્યમંત્રીએ જાહેર કરેલા મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના રૂ. 2258 કરોડના લાભ-સહાય
  • રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે
  • કેન્દ્ર-રાજ્ય સરકારે રૂ. 6210 કરોડનું પેકેજ આપ્યું,
  • ઉજજ્વલા યોજનાના લાભાર્થીને ફ્રી ગેસ સિલિન્ડર મળશે
  • કેન્દ્રના રૂ. 3950 કરોડ અને રાજ્ય સરકારના રૂ. 2259 કરોડના પેકેજ જાહેર

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં ગુજરાતના નાગરિકો-જનતા જનાર્દનની પડખે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી સહાયરૂપ થઇ છે. આ હેતુસર ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલા છે.રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 6210 કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ બેય પેકેજની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે રૂ. 3950 કરોડના સહાય-લાભ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના નાગરિકો-પ્રજાજનોની આ વિકટ સ્થિતીમાં સહાયરૂપ થવાની સંવેદના સાથે રૂ. 2259 કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે.

ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર ફ્રી આપ્યાં

મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળ ગુજરાતના 47,81,426 ખેડૂત લાભાર્થીને કુલ રૂ. 956.28 કરોડની રકમ ચુકવાઇ છે. રેશનીંગ મારફત ગુજરાતના 68 લાખ કાર્ડધારકને રૂ. 1182 કરોડનું વધારાનો અનાજનો જથ્થો અપાયો છે. ઉપરાંત વૃધ્ધ,ગંગા સ્વરૂપ માતા-બહેનોને બે મહિના સુધી રૂ. 500-500 લેખે રૂ.1000 ચુકવવાનો નિર્ણય લીધો છે,જેના પરિણામે 5.80 લાખ વૃધ્ધ લાભાર્થી અને 10,700 દિવ્યાંગ લાભાર્થી અને 97,437 ગંગા સ્વરૂપ બહેનોને લાભ મળશે. જન-ધન બેંન્ક ખાતુ ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ. 500 લેખે ત્રણ મહિના સુધી 74 લાખ મહિલાઓને રૂ. 1110 કરોડની સહાય કરી છે. ઉજજ્વલા યોજના હેઠળ લાભાર્થીને ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર વિનામુલ્યે કેન્દ્ર સરકારે આપ્યા છે.

Leave a Response

error: Content is protected !!