Corona Update

કોરોનાનો કપરો કાળ, રૂપાણીના વખાણ CM રૂપાણીના કામથી 80 % લોકો સંતુષ્ટ

1.6Kviews

પુર હોય કે બીજી કોઈ ફણ આફત સીએમ રૂપાણી સંવેદનશીલતા, કટિબધ્ધતા અને સાફ નિતીથી કામ કરે છે. પરિણામે ગુજરાત દરેક આફત સામે જીતે છે. કોરોનાના કપરા કાળમાં પણ એવું જ થઈ રહ્યુ છે એટલે જ તો ગુજરાતના 80 ટકા લોકો કોરોનાકાળમાં સીએમના વખાણ કરી રહ્યા છે અને તેની કામગીરીથી સંતુષ્ટ છે.

CM રૂપાણીની કામગીરીથી લોકો સંતુષ્ટ છે કે નહિ તે જાણવા માટે IIM અમદાવાદે એક સર્વે કર્યો અને તેના પ્રમાણે 80 ટકા લોકોએ કહ્યુ છે કે કોરોનાના કપરાકાળમાં સીએમ રૂપાણીએ અનેકગણુ સારુ કાર્ય કર્યુ છે. આ જ કારણ છે કે કોરોના યોદ્ધા પણ તેમને મળેલી સુવિધાઓથી ખુશ છે. રાજ્યના 96 ટકા કોરોના યોદ્ધાએ સીએમ રૂપાણીની કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો છે.

મોબાઈલ વાન,અન્નબ્રહ્મ યોજના, આત્મ નિર્ભર ગુજરાત યોજના -1 અને 2 વગેરે યોજનાઓ અને સુવિધાઓના વખાણ ન માત્ર ગુજરાત પણ દેશ-દુનિયામાં થયા છે. ધનવંતરી રથ મોડેલને દેશના બીજા રાજ્યો પણ ફોલો કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!