Corona Update

જોરદાર એક્શન : પોલિસ પર હુમલો કરનાર 88 લોકો સંકંજામાં, હાઈડ્રોજન બલૂનથી ચાંપતી નજર : DGP

1.08Kviews

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, રેડ ઝોન અને કન્ટેઈન્મેન્ટ એરિયામાં સંક્રમણ વધે નહીં અને બહાર ન જાય તે માટે પુરતા ફોર્સ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કન્ટેઈન્ટમેન્ટ એરિયામાં પોલીસની પોસ્ટ બનાવી વીડિયોગ્રાફી સાથે સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. કન્ટેઈન્મેન્ટ એરિયામાં ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત કેમેરા સાથેનાં હાઈડ્રોજન ગેસનાં બલૂનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં અસરકારક સર્વેલન્સ રાખવામાં આવે છે. અને આ તમામ કેમેરાના ફૂટેજ કંટ્રોલ રૂમ અને અધિકારીઓનાં મોબાઈલ પર જોઈ શકાય છે. જેથી અધિકારીઓ સતત પોતાના મોબાઈલ ઉપર જ સુપરવિઝન કરી શકે છે.

બહારનાં રાજ્યમાંથી તબલીગી જમાતનાં લોકો પરમિશન સાથે ગુજરાતમાં આવ્યા હતા. જેમાંથી અનેક લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવેલ છે. 9 મેના રોજ આંધ્ર પ્રદેશથી તબલીગી જમાતના 23 લોકો જૂનાગઢ આવ્યા હતા. અને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ હતા. જેમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. આ ઉપરાંત 8 મેના રોજ મહારાષ્ટ્રથી તબલીગી જમાતનાં લોકો મંજૂરી સાથે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ પરત ફર્યા હતા. .

પોલીસ સહિતનાં સરકારી કર્મચારીઓ ઉપર હુમલા કરનાર આરોપીઓ હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં 6 બનાવોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 4 એપ્રિલના રોજ પોલીસ પર હુમલામાં સામેલ 3 આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. અમદાવાજના ગોમતીપુરમાં પોલીસ પર હુમલો કરનાર 2 આરોપીઓને પાસા હેઠળ ધરપકડ કરી છે. રાજકોટમાં પોલીસ કર્મચારી પર હુમલામાં સામેલ આરોપીઓને પણ પાસા હેઠળ જેલભેગાં કરવામાં આવેલ છે. અમદાવાદના ગ્રામ્યના વિરમગામમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીઓની પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. પાટણ અને અમરેલીમાં GRD જવાનનાં હુમલાના કેસમાં પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. આમ અત્યાર સુધી કુલ 37 ગુનાઓમાં 88 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. જેમાંથી 26 ગુનાઓ પોલીસ પર હુમલાના, 6 બનાવો GRD અને હોમગાર્ડ ઉપર હુમલાના અને 2 બનાવો મેડિકલ સ્ટાફ ઉપર હુમલાના, 2 બનાવ રેવન્યુ અધિકારી પર હુમલા કરવા અંગેના અને 1 બનાવ આશાવર્કર પર હુમલો કરવા અંગેનો છે.

Leave a Response

error: Content is protected !!