Corona Update

કોરોના યોદ્ધા : 90 વર્ષના શિક્ષિકાએ દસ હજાર ખાતામાં રાખ્યા બાકીના રૂપિયા રાજ્ય સરકારને દાન કર્યા

765views
  • ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને ઘરે બોલાવીને પેન્શનની જમા રકમમાંથી 1,11,111 નો ચેક અર્પણ કર્યો.
  • 50,000 રૂપિયા સ્થાનિક સેવાકાર્ય માટે આપ્યા
  • પોતાના ખાતામાં માત્ર 10,000 રૂપિયા જમા રાખ્યા, બાકી બધી રકમ દાન કરી

કોરોના મહામારીને પહોચી વળવા માટે નાના મોટા સૌ કોઈ CM , PM ફંડમાં દાન કરી રહ્યા છે જેના કારણે દેશના લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય. ત્યારે ધોળકામાં રહેતા નિવૃત શિક્ષિકાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઘરે બોલાવીને પોતાના પેન્શનની રકમનું દાન કર્યું છે.

ધોળકાના એક નિવૃત શિક્ષિકા બેન રંજનબેન નટવરલાલ શાહ છેલ્લા 28 વર્ષથી નિવૃત થયેલ છે. એમણે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને ઘરે બોલાવીને પેન્શનની જમા રકમમાંથી 1,11,111 નો ચેક અર્પણ કર્યો. આ ઉપરાંત બીજા 50,000 રૂપિયા સ્થાનિક સેવાકાર્ય માટે આપ્યા તથા ખાતામાં 10,000 રૂપિયા જમા રાખ્યા. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની હાજરીમાં કુટુંબને જણાવ્યું કે આ જમા રકમ મારા અંતિમ સંસ્કારમાં વાપરજો.

ચેક સાથે એક પત્ર મુખ્યમંત્રી માટે લખ્યો હતો તેમાં જણાવ્યું કે પ્રભુ હું શું લાવી હતી અને શું લઈ જવાની છું? કંઈ જ નહીં. એક વખત એવો હતો કે હું કોઈને 50 રૂપિયા આપવા ધારું તો પણ આપી શકતી નહોતી. આજે મારી પાસે જે કંઈ પણ છે, એ ઇશ્વર તારું જ આપેલું છે, જે મને પેંશનના રૂપમાં મળ્યું છે. ઈશ્વર કૃપાથી મારા બાળકો પણ સંતોષી છે, જે મારા પેન્શનનો ઉપયોગ સત્કાર્યમાં કરવા દે છે. આજે તારા જ બાળકો (પ્રજા) મુશ્કેલીમાં છે, તો હું ચૂપ કેમ રહી શકું? મારો ફાળો એક બિંદુ સમાન જ છે, પણ મને રામની ખિસકોલી બન્યાનો સંતોષ છે.

Leave a Response

error: Content is protected !!