Corona Update

સારા સમાચાર : વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો,છેલ્લા 7 દિવસમાં 91 લોકો સ્વસ્થ થયા 

422views

શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના આવેલા 279 પોઝિટિવ કેસ પૈકી 99 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચી ચુક્યા છે. જેમાં પ્રથમ તબક્કાના 33 દિવસમાં આઠ દર્દી સ્વસ્થ થયા હતા તો છેલ્લા સાત દિવસમાં 91 લોકો સાજા થઇને ઘરે પરત ફરી શકયા છે.
શહેરમાં કોરોના સંક્રમણની શરૂઆત સત્તાવાર રીતે 20 માર્ચથી થઇ હતી.જેમાં સ્પેનથી આવેલા મકરપુરાના ચિરાગ પંડીતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના વાઈરસની મહામારીના શરૂઆતના પ્રથમ 33દિવસમાં માત્ર 3 ટકા દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે પછીના માત્ર સાત દિવસમાં 35 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે. શહેરમાં તા.20 માર્ચથી લઇને લઇને 22 એપ્રિલ સુધીમાં 8 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

જોકે 23 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં વધુ 91 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુક્ત થઇને ઘરે પહોંચી ચુક્યા છે કે જે 35 ટકા જેટલા થાય છે. જેમાં કોરોના વાઈરસની મહામારીના શરૂઆતના 33 દિવસમાં માત્ર 3 ટકા દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે પછીના માત્ર 6 દિવસમાં 35 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે. શહેરમાં તા.20 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં 8 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જોકે 23 એપ્રિલથી 29 એપ્રિલ સુધીમાં વધુ 91 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આમ વડોદરામાં અત્યાર સુધીમાં 99 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. જેમાં 23 એપ્રિલે એક સાથે 45 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી અને 28 એપ્રિલે એક સાથે 28 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંમાંથી રજા આપવામાં આવી હતી. વડોદરામાં જે ઝડપે કોરોના ફેલાયો હતો. એટલી જ ઝડપથી દર્દીઓ અને કોરોના વોરિયર્સ મળીને કોરોનાને હરાવી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!