Corona Update

સર્વે: કોરોનાની લડાઈમાં PM મોદી પર કેટલો ભરોસો ? 93.5 % એ કહ્યુ,”મોદી છે એટલે ટેન્શન નથી”

427views

લોકડાઉનથી વધ્યો મોદી સરકાર પર ભરોસો

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું કે 93.5 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે મોદી સરકાર કોરોના સંકટને ઘણી જ અસરદાર રીતે પહોંચી વળી રહી છે. કેન્દ્ર સરકારે 25 માર્ચથી 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી જેને 3 મે સુધી વધાર્યું છે. IANS-C-Voter કોવિડ-19 ટ્રેકર પ્રમાણે, લોકડાઉનનાં પહેલા દિવસે 76.8 ટકા લોકો મોદી સરકાર પર ભરોસો કરી રહ્યા હતા. 21 એપ્રિલ સુધી 93.5 ટકા દેશવાસી મોદી સરકારનાં પગલાંઓથી ખુશ છે અને તેમનું માનવું છે કે સરકાર કોરોના સંકટથી પ્રભાવી રીતે કામ કરી રહી છે

મંગળવારનાં અમેરિકી સર્વે કંપની મૉર્નિંગ કંસલ્ટે વડાપ્રધાન મોદીને વિશ્વસ્તરે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ જાહેર કર્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતુ કે, ‘સત્ય સૌની સામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે કોવિડ-19 વૈશ્વિક મહામારીને પહોંચી વળી રહ્યા છે, ભારતીયોની દેખભાળ કરી રહ્યા છે અને આવા પડકારજનક સમયમાં વૈશ્વિક સમુદાયને મદદ કરી રહ્યા છે તેની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે. દરેક ભારતીય ખુદને સુરક્ષિત અનુભવી રહ્યા છે અને તેમના નેતૃત્વ પર ભરોસો કરી રહ્યા છે.”

એક જ દિવસમાં વધ્યો 10.5 ટકા લોકોનો ભરોસો

આઈએનએસ-સી-વોટરનાં 16 માર્ચથી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં એક વાક્ય લોકો સામે રાખવામાં આવ્યું. આ વાક્ય હતુ, ‘મને લાગે છે કે સરકાર કોરોના વાયરસનાં સંકટથી સારી રીતે લડી રહી છે.’ 16 માર્ચનાં 75.8 ટકા લોકોએ કહ્યું કે તેમને સરકાર પર ભરોસો છે, પરંતુ જ્યારે દેશમાં લોકડાઉનની જાહેરાત થઈ તો આવું માનનારા સંખ્યા વધી ગઈ. મોટી વાત એ છે કે 1 એપ્રિલ સુધી મોદી સરકાર પર ભરોસો કરનારાઓની સંખ્યા વધીને 89.9 ટકા થઈ ગઈ. મંગળવારનાં અમેરિકી સર્વે કંપની મૉર્નિંગ પોસ્ટે પણ જણાવ્યું કે પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ 68 છે જે કોઈપણ રાષ્ટ્રપ્રમુખથી ઘણી વધારે છે.

Leave a Response

error: Content is protected !!