રાજનીતિ

ચીનમાં પ્લેગથી 15 વર્ષના છોકરાનું મૃત્યુ થયું, whoએ આપ્યું આ નિવેદન

221views

કોરોનાનો કહેર હજી દુનિયામાંથી વિદાય થયો નથી કે વિશ્વ સામે બીજા એક ખતરનાક વાઇરસે દસ્તક આપી છે.અને એની પણ શરૂઆત ચીનમાં જ થઈ રહી છે.ચીનના મંગોલિયામાં બ્યુબોનિક પ્લેગનો કહેર વધી રહ્યો છે.આ પ્લેગને લીધે પશ્ચિમ મંગોલિયામાં એક 15 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે. મૃતકના સંપર્કમાં આવેલા દરેક 15 લોકોને ક્વૉરન્ટીન કર્યા છે અને તેમને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ અમેરિકાના કોલોરાડોમાં એક ખિસકોલીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મંગોલિયામાં બ્યુબોનિક પ્લેગ મર્મટ નામની ખિસકોલીને ખાવાથી ફેલાયો છે, તેની 15 પ્રજાતિ એશિયા, નોર્થ અમેરિકા અને યુરોપમાં જોવા મળે છે.

ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયે બ્યુબોનિક પ્લેગની પુષ્ટિ કરી છે. સ્પોક્સ પર્સન નારેગેરેલ દોર્ઝે જણાવ્યું કે, અન્ય બે છોકરાએ મર્મટને ખાધી હતી, હાલ તેની સારવાર ચાલી રહી છે. મંગોલિયાની સરકારે લોકોને મર્મટ ન ખાવા માટે વિનંતી કરી છે. જો કે, બ્યુબોનિક પ્લેગથી સંક્રમિત અન્ય એક દર્દીની સારવારમાં સુધારો દેખાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, અમે મંગોલિયાના કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે, પણ હાલ કોઈ મોટું જોખમ નથી.

Leave a Response

error: Content is protected !!