જાણવા જેવુરાજનીતિ

6 દિવસના અમેરિકન પ્રવાસમાં જાણો ક્યાં ક્યાં કાર્યોમાં વડા પ્રધાન મોદી આપશે હાજરી

135views

આપણે જાણીયે છીએ કે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હજારો ભારતીયોનો મેળો ભરવાનો છે.ત્યારે વિશ્વના તમામ લોકોની નજર આ કાર્યક્રમ પર રહેશે બરાબરને તો ચાલો આ કાર્યક્રમ અંગે શું રહેશે પીએમ મોદીનો અમેરિકન પ્રવાસનો કાર્યક્રમ જાણીયે

22 સપ્ટેમ્બર 2019 (8:30 pm):

  • હ્યુસ્ટનમાં યોજાનારી ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયો સાથે સીધો સંપર્ક હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયો સાથે સીધો સંવાદ સાધશે.

23 સપ્ટેમ્બર 2019:

  • ‘2019 ક્લાઇમેટ એક્શન સમિટ’ ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા સંબોધન કરવામાં આવશે.

24 સપ્ટેમ્બર 2019:

  • યુએન મુખ્ય મથક ખાતે “મહાત્મા ગાંધી” પર વિશેષ કાર્યક્રમ યોજાશે.
  •  બિલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવશે.
  • મોદીને “ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી” નવાજવામાં આવશે.
  • ‘ગાંધી પીસ ગાર્ડન’ ની શરૂઆત સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુ યોર્કમાં ખાતે થનાર છે

25 સપ્ટેમ્બર 2019:

  • ‘ગ્લોબલ બિઝનેસ ફોરમ’ ખાતે સીઇઓ અને વડાઓ દ્વારા સંબોધન
  • ‘ગ્લોબલ બિઝનેસ ફોરમ’ માં માઇકલ બ્લૂમબર્ગ સાથે ખાસ મુલાકાત કરી વાર્તાલાપ કરશે .

25-26 સપ્ટેમ્બર 2019:

  • વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે રૂબરૂ થશે.

27 સપ્ટેમ્બર 2019:

  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડા પ્રધાન મોદીનું સંબોધન થશે.

આમ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ઐતિહાસિક પળો જોવા મળશે તો સાથે આવું પ્રથમવાર બનશે કે આટલા ભારતીયો એકસાથે “ભારત માતા પ્રેમ “નો પરિચય સમગ્ર વિશ્વને કરાવશે.આમ આ કાર્યક્રમ “ન ભૂતો ન ભવષ્યતિ” બની રહેશે.

Leave a Response

error: Content is protected !!