રાજનીતિ

ભારતવાસીઓ માટે એક “હરિયાળા સમાચાર”:જમીનના ધોવાણ અને રણને વિસ્તરતા અટકાવવા ગ્રીનબેલ્ટ કરાશે ઊભો

122views

વાત ચાહે ત્રીપલ તલાકની હોય કે ધારા 370 35એની હોય, વાત ચાહે બંગાળ કે આસામ જેવા રાજ્યોમાંથી વિદેશી ઘૂસણખોરોને બહાર હાંકી કાઢવાની હોય કે આયુષ્માન જેવી રાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય યોજનાની હોય; મોદીસાહેબ સ્વપ્ન જુએ ત્યારે કોઈ વિરાટ સ્વપ્ન જ જુએ છે અને તેને સાકાર પણ કરી બતાવે છે..તો હવે આવા સિધ્ધ સ્વપ્નોનો યાદીમાં ટૂંક સમયમાં જ મોદી સરકારનું એક વધુ સ્વપ્ન ઉમેરાઈ જશે..આ સ્વપ્ન છે ગુજરાતના પોરબંદરથી લઈ રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળા થઈ છેક હરિયાણાના પાણીપત સુધી એક અતિ વિશાળ ગ્રીન બેલ્ટ ઊભો કરવાનું!

જી હા! ખેતી લાયક ઉપજાઉ જમીનનું દિન પ્રતિદિન વધુ ને વધુ ખવાણ થઈ રહ્યું છે.જમીનો ધોવાઈ રહી છે અને રણ વિસ્તરી રહ્યા છે.આ સ્થિતિને પહોંચી વળવા અને આ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં પુનઃ રસ કસનું સિંચન કરવા કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના પોરબંદરથી લઈ હરિયાણાના પાણીપત સુધીનો 1400 કિમી લાંબો અને 5 કિમી પહોળો હરિયાળો પટ્ટો તૈયાર કરવા આયોજન કર્યું છે.આફ્રિકામાં ડકાર થી દીબોર્ટી સુધીના આવા અતિ વિશાળ ગ્રીન બેલ્ટ પર છેલ્લા એક દાયકાથી કામ ચાલી રહ્યું છે પરંતુ તેમાં એક કરતાં વધુ દેશો સહભાગી હોવાથી તેનું કામ ઘણી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.ભારત એક રાષ્ટ્ર તરીકે એકલું જ આ પ્રોજેક્ટમાં હિસ્સેદાર છે..એટલે આપણે ત્યાં એ કામ ઝડપી બનશે..અલબત્ત ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણા સરકારને આ બાબતે વિશ્વાસમાં લેવાઈ રહી છે તેમજ કેન્દ્રના અનેક મંત્રાલયો વચ્ચે આ બાબતે સંકલન સધાઈ રહ્યું છે..મોદી સાહેબનું આ સ્વપ્ન સાકાર થશે એટલે કરોડો હેકટર જમીનનું ખવાન અટકશે,રણ આગળ વધતા અટકશે અને પશ્ચિમ ભારત અને પાકિસ્તાન તરફથી ફૂકાતા ધૂળના તોફાનો પણ અટકશે.વાસ્તવમાં આ ગ્રીન બેલ્ટ પ્રોજેક્ટ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતમાં રણનો વ્યાપ વધતો અટકાવવાના અભિયાનને સાર્થક કરે છે.

ક્યાં પાંચ રાજ્યોને મળશે લાભ?

વિવિધ સર્વે દ્વારા મળતા નિષ્કર્ષ મુજબ ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણાની કુલ જમીનના 50% જમીનનું ખવાણ થઈ ચૂક્યું છે.અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારોમાં આ જ સ્થિતિ છે.આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થયે ઉકત તમામ રાજ્યોને ખાસ્સો મોટો પર્યાવરણીય લાભ મળશે.ભારતની 382.7 મિલિયન હેકટર જમીનમાં 96.4 મિલિયન હેકટર એટલે કે 29.3% જમીનનું ખવાન થઈ ચૂક્યું છે..આ પ્રોજેક્ટ થકી કુલ 26 મિલિયન હેકટર જમીન નવપલ્લવિત થશે.મોદી સરકારનું આ સ્વપ્ન આવનારી પેઢી માટેનો એક ભવ્ય પ્રાકૃતિક વારસો બની રહે.

Leave a Response

error: Content is protected !!