જાણવા જેવુધર્મ જ્ઞાન

અયોધ્યા રામ મંદિરને સાકાર કરવા એક ગુજરાતીની પસંદગી,જાણો કોણ છે એ ભાગ્યશાળી

275views

મૂળ ભાવનગરના અને હાલ સુરત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT)માં ડાયરેકટર તરીકે કાર્યરત શૈલેષ ગાંધીની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની 8 સભ્યોની સમિતિમાં નિમણૂક થઈ છે. તેઓએ પોતાનું શાળાનું શિક્ષણ શહેરની પ્રતિષ્ઠિત બી એમ કોમર્સ સ્કૂલમાં પ્રાપ્ત કરેલું છે.

એસ આર ગાંધી અગાઉ ભાવનગરમાં સ્વસ્તિક સોસાયટી,આંબાવાડી ખાતે રહેતા હતા અને ગાંધી ટાઇલ્સ નામથી તેમના પિતા વ્યવસાય કરતા હતા.બી. એમ. કોમર્સ સ્કૂલના આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, તેમની નિમણૂંક સમગ્ર ગોહિલવાડ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવરૂપ છે. આઠ સભ્યોની આ ફાઉન્ડેશન ડિઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતી અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય મંદિર સાકાર થાય તે માટે દેશભરના તજજ્ઞની સેવા લેવાઈ રહી છે અને તેમાં તેમનો સમાવેશ થયો છે. પ્રોફેસર ગાંધીની સાથે આઈઆઈટી દિલ્હીના પૂર્વ ડાયરેકટર વી.એસ રાજુ, રુરકીના ડાયરેક્ટર,ગુવાહાટી આઈઆઈટીના ડાયરેક્ટર, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર, સહિતનાનો પણ સમાવેશ થાય છે.

Leave a Response

error: Content is protected !!