Corona Update

કોરોનાને લઈને સારા સમાચાર, કેન્દ્રથી ખાસ ટીમ ગુજરાત આવી, દરેક જિલ્લામાં જઈને આપશે માર્ગદર્શન

ફાઈલ ફોટો
896views

ગુજરાતના કોરોનાની સંપૂર્ણ માહિતીની સાથે ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓની એક ટીમ આવી છે. 3 સભ્યોની આ ટીમ કોવિડ હોસ્પિટલમાં રૂબરૂ જશે. તે પછી કોરોનાની સ્થિતિ અને તેને અટકાવવા માટેની નવી ગાઈડલાઈન તૈયાર કરે તેવી શક્યતા છે.

કોરોના પ્રભાવિત જિલ્લા અને શહેરોની મુલાકાત લેશે
કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં પણ આરોગ્યની ટીમ મોકલવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત જિલ્લા કે શહેરો હોય ત્યાં આ ટીમો જશે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ ટીમો કોવિડ હોસ્પિટલોની મુલાકાત લેશે. આ ટીમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજયના ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરશે.

ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તબીબી સ્ટાફને સારવાર અંગે સમજાવશે
કેન્દ્ર સરકારે આરોગ્યની વિવિધ ટીમો કોરોના સંક્રમિત અલગ અલગ 15 રાજ્યોની મુલાકાતે મોકલી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. ત્યારે આ કેન્દ્રીય ટીમો કોવિડ હોસ્પિટલોની મુલાકાત કરશે. રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને તબીબી સ્ટાફને કેટલાક સૂચનોની સાથે સારવાર અંગે સમજાવશે.

અસરકારક સારવાર અને તબીબી વ્યવસ્થાપનમાં મદદ
આ ટીમો આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાતો લેશે, જેથી કન્ટેઇન્મેન્ટના માપદંડોના અમલીકરણમાં રાજ્યના આરોગ્ય વિભાગને સહકાર આપી શકે અને જિલ્લા અને શહેરોમાં પોઝિટિવ કેસોની અસરકારક સારવાર તેમજ તબીબી વ્યવસ્થાપનમાં મદદરૂપ થઇ શકે.

કોરોનાના કેસોન સ્થિતિ અને ઉકેલ પર ધ્યાન
કેન્દ્રની ટીમો ગુજરાતમાં પરીક્ષણમાં આવતા અવરોધો, કેસોના ઊંચો દર, આગામી બે મહિનામાં કોરોનાની ક્ષમતામાં ઘટાડાનું જોખમ, બેડની અછત ઊભી થવાની સંભાવના, કેસોમાં વધી રહેલો મૃત્યુદર, કેસો બમણા થવાનો ઊંચો દર, અચાનક સક્રિય કેસોની સંખ્યામાં વૃદ્ધિ જેવા પડકારોનો ઉકેલ લાવવામાં ખાસ ધ્યાન આપશે.

ત્રણ સભ્યોની ટીમમાં 2 જાહેર આરોગ્ય નિષ્ણાત
ગુજરાત માટે કેન્દ્ર સરકારે ત્રણ સભ્યોની ટીમો નિયત કરી છે. દરેક જગ્યાએ નિયુક્ત કરવામાં આવેલી ત્રણ સભ્યોની પ્રત્યેક ટીમમાં બે જાહેર આરોગ્ય નિષ્ણાત, એક રોગચાળા તજજ્ઞ, કિલનિશિયન અને સિનિયર સચિવ સ્તરના નોડલ અધિકારીને તંત્રની કામગીરીમાં સુધારો લાવવા માટે સમાવવામાં આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!