વિકાસની વાત

આ કોન્સેપ્ટના અમલથી ભારત દેશ અમેરિકા કરતા પણ આગળ વધી જશે.

84views

બધા દેશની પોતની નીતિ જુદી જુદી હોય છે. જેને દેશની સમ્રુધિ માટે અમલમા મુકવામા આવે છે. ભારતમા 1992 દરમિયાન પી.વી.નરસિમ્હારાવની સરકાર મુક્ત વેપાર નીતિ અમલમા લાવી. જેને લીધે ઘણી વિદેશી કમ્પ્નીઓએ લાંબા ગાળાના કરારો કરી ભારત દેશમાં એવા માલનું ઉત્પાદન કર્યું, જેની કમાણીનો મોટ્ટો ભાગ વિદેશમાં રોયલ્ટી સ્વરૂપે આજે પણ જઈ રહ્યો છે. ભુતકાલમા કોંગ્રેસ સરકારે જે નીતિ અમલમા મુકી હતી તેના કારણે વિદેશી કમ્પનીઓએ લાંબા ગાળાનું જંગી મૂડી રોકાણ કર્યું હતુ, તેનાથી સ્વદેશી ઉદ્યોગને ફટકો પાડવા લાગ્યો. જેના પગલે દેશને મોટ્ટું નુકશાન થઇ રહ્યુ છે.

પ્રવર્તમાન સરકારના મેક ઈન ઇન્ડિયા કોન્સેપટનો મુખ્ય હેતુ દેશમા સ્વદેશી ચિજ્વસ્તુઓનુ વેચાણ વધારવાનો છે. જેથી દેશ વધુ સમ્રુધ બની શકે. આ તબ્બકે વાહનો હોય, કે ટાયર, કે કોઈ પણ વસ્તુ જેનું ઉત્પાદન અને નફો ભારતમાં જ રહેતો હોય તેવી વસ્તુ ની ખરીદી ઉપર પસંદગી લોકો વધુ ઉતારે અને શક્ય એટલી વિદેશી વસ્તુની ખરીદી ટાળે તેવો મુખ્ય ધ્યેય છે. જો પ્રત્યેક લોકો વિદેશી કરતા સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી વધુ કરશે તો જે ઉત્પાદનનો નફો વિદેશમા જઇ રહ્યો છે તેને અટકાવી સકશે અને દેશ સમ્રુદ્ધ બનાવવામા મોટૉ લાભ મળી સક્શે. જો મેક ઈન ઇન્ડિયા કોન્સેપટ 5 વર્શ માટે પણ લોકો દ્વારા અમલ કરવામા આવે તો દેશ એટલો સમ્રુદ્ધ બની જાય કે જે એક ડૉલર માટે આપણે જેટ્લા રુપિયા અત્યારે ચુકવવા પડે છે તેટ્લા ડૉલર આપના એક રુપિયા માટે અમેરિકાએ ચુકવવા પડે.

Leave a Response

error: Content is protected !!