વિકાસની વાત

આ દેશમાં રહેવા માટે સરકાર કરે છે મદદ

96views

ઇટલીનાં એક ગામમાં રહેવા માટે તમને સરકાર એક ઘર અને 10 હજાર યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આવે છે. જોકે તેનાં માટે તમારે સ્થાયી થવું પડે છે. આ યોજના ખાસ કરીને યુવા ફેમિલી માટે છે. આ યોજના પાછળ એવું હેતુ છે કે લોકો તેમનાં સમાજનો હિસ્સો બને.

ઈટલીના પીડમાંટ વિસ્તારમા જીલ્લામા ગામ સૂના પડ્યા છે. જયાં જનસંખ્યા ઓછી થઇ રહી છે. અહિ સૌથી વધું સંખ્યા વૃદ્ધ લોકોની છે. શરૂઆતમાં આ યોજના ઇટલીનાં રહેવાસીઓ માટે જ હતી પરંતું હવે આ યોજના દુનિયાભરનાં લોકો માટે છે. અહિયાં વસવાટ કરવાની એક શરત છે જે પણ પરિવાર અહિયાં આવે તેને એક બાળક હોવું ફરજીયાત છે. આ ગામમા લગભગ 1185 વસ્યા હતાં. અહીંના મકાન પથ્થર અને લાકડાઓનાં બનેલ છે. અહિ હાઇડ્રોઇલેકટ્રીસિટી પ્લાન્ટ છે. જે પોતાની વીજળીનું ઈટલીના રાજ્યોમાં અને ઈંડસટ્રીઝમા વેચાણ કરે છે. સ્થાનિક મેયરે જણાવ્યું હતુ કે દર વર્ષે અહિયાં 40 લોકો મૃત્યુ પામે છે. જ્યારે અહિયાં જન્મેલા બાળકોની સંખ્યા માત્ર 10 જ છે. યુવાનો નોકરી કે વ્યવસાય માટે શહેર છોડીને જઇ રહ્યાં છે. અહિ 1900ની શરૂઆતમા અંદાજે 7 હજાર લોકો જ રહેતાં હતા પરંતું આજે અહિયાંની જન સંખ્યા અઢી હજાર થઈ ગઇ છે.

Leave a Response

error: Content is protected !!