વિકાસની વાત

આંધ્રમાં એક, બે નહીં પણ પાંચ ઉપમુખ્યમંત્રી બનશે…આંધ્રપ્રદેશના CM જગન મોહનનો મહત્વનો નિર્ણય…

143views

આંધ્રપ્રદેશના નવા મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી સત્તા સંભાળ્યા બાદ એક પછી એક મહત્વના નિર્ણયો લઇ રહ્યાં છે. આંધ્ર વિધાનસભામાં ચૂંટણીમાં ૧૭૫ બેઠકો માંથી ૧૫૧ બેઠકો જીતીને પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુના શાસનનો અંત આણનારા YSR કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી આંધ્રના નવા મુખ્યપ્રધાન બન્યા છે. મુખ્યપ્રધાન તરીકે આંધ્રની સત્તા સંભાળ્યાના ૭ દિવસમાં જગન મોહન રેડ્ડીએ ઘણા મહત્વના નિર્ણયો લીધા.

મુખ્યપ્રધાન તરીકે આંધ્રની સત્તા સંભાળ્યાના ૭ દિવસમાં જગન મોહન રેડ્ડીએ ઘણા મહત્વના નિર્ણયો લીધા. આંધ્રના ખેડૂતો માટે જગન મોહને રૈતું ભરોસા યોજના અમલમાં મુકી. આ યોજના અંતર્ગત આંધ્રના ખેડૂતોને વાર્ષિક રૂ.12,500 સહાય મળશે. આ સાથે જ જગન મોહને આશાવર્કર બહેનોના વેતનમાં રૂ.૭૦૦૦ નો વધારો કરી માસિક વેતન રૂ.૧૦,૦૦૦ કર્યું. હવે જગન મોહન આંધ્રના સર્વ જાતીય વિકાસ માટે મહત્વનો નિર્ણય લીધો છે. YSR કોંગ્રેસ પાર્ટીના વિધાયાક દળની બેઠકમાં મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ નિર્ણય લીધો છે કે આંધ્રમાં એક બે નહિ પણ પાંચ ઉપમુખ્યપ્રધાનો બનશે.

૮ જૂને આંધ્રપ્રદેશનો નવી સરકારના ૨૦ પ્રધાનો સાથે પાંચ પાંચ ઉપમુખ્યપ્રધાનો પદ અને ગોપનીયતાના શપથ લેશે. આઝાદી બાદ કોઈ રાજ્યમાં પાંચ ઉપમુખ્યપ્રધાનો હોય એવું આંધ્ર પ્રથમ રાજ્ય બનશે. YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મહમ્મદ મુસ્તફા શેખે જણાવ્યું કે આંધ્રના પાંચ ઉપમુખ્યપ્રધાનો પાંચ જાતીય સમૂહમાંથી બનાવવામાં આવશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી સમુદાય અને કાપુ સમુદાય આ પ્રત્યેક જાતીય વર્ગમાંથી એક-એક ઉપમુખ્યપ્રધાન બનાવવામાં આવશે.

આંધ્રમાં પાંચ ઉપમુખ્યપ્રધાનો બનાવવાનો નિર્ણય લઇ જગન મોહને ભારતીય રાજનીતિમાં ઈતિહાસ સર્જ્યો છે. આ પાંચ ઉપમુખ્યપ્રધાનો વિવિધ જાતી-સમુદાયમાંથી પસંદ કર્યા હોવાથી તમામ ઉપમુખ્યપ્રધાનો પોતાના વર્ગના વિકાસ માટે કામ કરશે, અને આ હેતુથી જ જગન મોહને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Leave a Response

error: Content is protected !!