તંત્રી લેખરાજનીતિ

AAPના ફેક હિંદુત્વથી ગુજરાતીઓ સાવધાન : કથાકારોને અપશબ્દો કહેનારા હવે બન્યા રામભક્ત

465views

ક્યારેક રામભક્તોને ટીલા ટપકા વાળા કહેવાવાળા અને હિંદુ ધર્મ વિશે બફાટ કરનારા આજે સ્ટેજ પર ચડીને હનુમાનની ગદા સાથે ફોટો પડાવી રહ્યા છે.

ગોપાલ ઈટાલીયા.. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ. આમ તો હિંસક મનોવૃત્તિવાળા અને હિંદુ ધર્મના સખત વિરોધી એવી છાપ ધરાવે છે. હાલ જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.તુરંત જ આમ આદમી પાર્ટીને ખ્યાલ આવ્યો કે ચૂંટણી નજીક છે એટલે હિંદુ બનવુ જોઈએ. હિંદુ વોટબેંક ને મેળવવા ખોટા ડ્રામા કરવા પડશે. ગોપાલ ઈટાલીયા એ ગુજરાતમાં આ કામ શરૂ કરી દીધુ. ફોટોમાં જુઓ છો કે હનુમાનજીની ગદ્દા લઈને આ ભાઈ ઉભા છે તેમને ઘણી બધી વખત હિંદુઓના આ રીવોજોનું અપામન કર્યુ છે. યુટ્યુબ પર અઢળક વિડીયો ઉપલબ્ધ છે.

ગુજરાતમાં આવતા મહિને સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પાલિકાઓની ચૂંટણી છે ત્યારે પાર્ટીઓના નેતાઓ તરફથી આવા નાટકો થતા રહે છે. આ સમયે તમને જાગૃત કરવા જરૂરી છે કે હાથમાં ગદ્દા લઈને કોઈ ફોટો પડાવે તો એ ના ભુલવુ જોઈએ કે સત્તા આવી ગયા પછી આ જ લોકો હનુમાનનું મંદિર તોડી પાડે છે.

દિલ્હીનો દાખલો તમારી સામે છે. ચાંદની ચોકમાં આવેલુ વર્ષો જુનુ હનુમાન મંદિર હાલ જ કેજરીવાલે તોડી પાડ્યુ છે. હનુમાન ભક્ત કહેનારા કેજરીવાલ અને તેની પાર્ટી આવી બેવડી છાપ ધરાવે છે. આવા લોકો છેલ્લે એકેય ધર્મના નથી હોતા. દેશવિરોધી હરકતો કરીને પતલી ગલી સે નિકળી જવાવાળા હોય છે.

Leave a Response

error: Content is protected !!