વિકાસની વાત

અસમની એક બહાદુર દીકરી: હિમાદાસ

109views

વાત છે અસમ ની બહાદુર દીકરી હિમા દાસની તેણીએ રાષ્ટ્રીયમંડળ મહિલાની સ્પર્ધામાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરી 400 મીટર દોડમાં પ્રથમ આવી ભારતને ઇન્ડોનેશિયા માં રિપ્રેઝન્ટ કરી માત્ર 15 જ દિવસમાં એક કે બે નહીં ચાર ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા.અને વાત ફક્ત મેડલ સુધી જ સીમિત ન રહી તેણીએ પોતાની જીતમાં મળેલી અડધી કમાણી આસમના પુર પીડિતો માટે અર્પણ કરી.

તેઓની સિધ્ધિઓ માટે તેને બિરદાવાની વાત તો એક બાજુ તેની નોંધ પણ મીડીયામાં ન લેવાઈ છતાં તેઓની ખુશીમાં ભરતી કે ઓટ જરા પણ ન આવી.

અમે અમારા દમ પર લડવાના
અમે અમારા બહાદુરીના બળે જીતવાના
 અરે, કોઈ લે નોંધ કે નહીં
અમે તો અમારા પીડિત ભાઇબંધુઓ માટે તન,મન,ધન અર્પણ કરવાના
 અમે અમારા દમ પર જીવવાના……..”

હિમાને લાખ લાખ વંદન કરીએ આવી દીકરીના સાહસ બદલ હિમાના આવા કાર્ય પર રાણી લક્ષ્મીબાઇની યાદ અપાવી કે ભારતની સ્ત્રીઓ પોતાના લોકો માટે ગમે તે પરિસ્થિતિમાં પોતાનું તન,મન,ધન ન્યોછાવર કરવા હંમેશા તત્પર હોય છે.

Leave a Response

error: Content is protected !!