Corona Update

આત્મનિર્ભર ગુજરાત યોજના : 10 લાખથી વધુને મળશે સીધો લાભ, એક લાખ રૂ.ની લોન માત્ર 2 ટકાના વ્યાજે મળશે

5.39Kviews
  • બેન્ક 8 ટકાના વ્યાજે લોન આપશે, જેમાંથી 6 ટકા સરકાર દ્વારા વ્યાજ ચૂકવાશે, તમારે 2 ટકા લેખે લોન ચૂકવવાની રહેશે
  • બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે
  • 6 મહિના સુધી હપ્તો કે વ્યાજ નહીં ચૂકવવું પડે

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 10 લાખથી વધુ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત નાના દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે. રૂપિયા 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકે આપવામાં આવશે. આ લોન ત્રણ વર્ષના ગાળા માટે આપવામાં આવશે. અને સહકારી બેંકો એને જિલ્લો બેંકોમાંથી આ લોન આપવામા આવશે. અને 6 મહિના સુધી આ લોનનો હપ્તો ભરવામાં રાહત આપવામાં આવશે. સરકારની આ યોજનામાં કોઇ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહેશે નહી. પ્રોવિઝનલ સ્ટોર અને કટલરી સ્ટોરને રાહત આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં તેની કોઇ અસર થશે નહી તથા લોકોને રોજગાર પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની અંદર મોટા ભાગના કારીગરો અને કામદારોને આવરી લેવામા આવશે.

Leave a Response

error: Content is protected !!