Corona Update

આત્મનિર્ભર ભારત રાહત પેકેજ લાઈવ અપડેટ : સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા માટે આજે મોટી જાહેરાત

822views

છેલ્લા ચાર દિવસમાં, MSME, ખેડૂત, ખેતી અને રિફોર્મ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શનિવારે કોલસા, ખનિજ, ડિફેન્સ અને એવિએશન સહિત કુલ 8 ક્ષેત્રોને લગતી ઘોષણા કરવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્ર,મનરેગા, આરોગ્ય, કોરોનાના સમયમાં કારોબાર ચલાવવા, પીએસયુ સંબંધિત સુધારા સહિત કુલ સાત ક્ષેત્રને લગતી જાહેરાત કરવામાં આવશે.

  • મનરેગાને લઈને મોટી જાહેરાત, 40 હજાર કરોડનું બજેટ, પ્રવાસી શ્રમિકોને મળશે રોજગારી
  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઇન્ટરનેટ નથી તેઓ પ્રભા ડીટીએચ સેવાથી પોતાનો અભ્યાસ કરી શકે છે. હાલમાં આવી ત્રણ ચેનલો, 12 નવી ચેનલો તેમાં ઉમેરવામાં આવશે.

  • આરોગ્ય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી જાહેર આરોગ્ય રોકાણોમાં વધારો થશે. આવી ક્ષમતા તૈયાર કરવામાં આવશે કે આપણે કટોકટીમાં પણ લડવાની તૈયારી કરીશું. જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ચેપ સંબંધિત બીમારીઓ સામે લડવાની તૈયારીઓ કરવામાં આવશે. લેબ નેટવર્કને દેશભરમાં મજબૂત બનાવવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં દરેક બ્લોકમાં જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે. 

  • PM ઈ-વિદ્યા વેબસાઈટ લોન્ચ કરાશે જેમાં વિદ્યાર્થીઓ સરળતાથી ઓનલાઈન લેક્ચર મેળવી શકશે

શિક્ષણ ક્ષેત્રઃ દિક્ષા ઈ કોન્ટેટ માટે પાઠ્ય પુસ્તકો

ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગરીબ બાળકો માટે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી મદદ કરવામાં આવશે. 3 ચેનલ તેમ જ નવી 12 ચેનલ જોડીને આ માટે આગળ વધવામાં આવશે. લાઈવ ટેલિકાસ્ટ મારફતે શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રાઈવેટ ડીટીએચ ધારકોની મદદથી શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે.આ માટે રાજ્યોને પણ નિર્દેશ આપવામા આવ્યા છે.

રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિક્ષા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જે ઈ-કન્ટેન્ટ અને ક્યુઆર કોડેડ માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તકો તમામ ધોરણો માટે ઉપલબ્ધ બનશે.

ધોરણ 1થી 12 સુધી એક ટીવી ચેનલ નિર્ધારીત કરવામાં આવશે. આ માટે ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક ક્લાસ એક ચેનલની સુવિધા ઉભી કરાવમાં આવશે.

રેડિયો, કોમ્યુનિટી રેડિયોનો  સદઉપયોગ કરવામાં આવશે.

દિવ્યાંગો માટે પણ અલગ પ્રકારના ખાસ અભ્યાસ સામગ્રી તૈયાર કરાવમાં આવશે.

મનરેગા

રૂપિયા 40,000 કરોડની ફાળવણી કરી રોજગારી સર્જન કરવામાં આવી રહ્યું છે.

300 દિવસ દૈનિક કામ આપવામા ંઆવશે. ચોમાસા દરમિયાન પ્રવાસી શ્રમિકોને તકલીફ ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મનરેગા માટે 61,000 કરોડનું બજેટ છે.

હેલ્થ ક્ષેત્ર સુધારા

જાહેર આરોગ્યમાં રોકાણ વધારવામાં આવ્યુ છે. હેલ્થ ક્ષેત્ર જાહેર ખર્ચમાં વધારો કરવામાં આવશે.

ગ્રામીણ ક્ષેત્ર હેલ્થ ઈન્સ્ટીટ્યુશન માટે રોકાણ કરવામાં આવશે. ગ્રામીણ તેમ જ શહેરી વિસ્તારોમાં વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે

ભવિષ્યમાં કોઈ મહામારી ન ઉદભવે તે માટે દેશમાં આવશ્યક પગલાં ભરવામાં આવશે.

એકીકૃત પબ્લિક હેલ્થ લેબ જીલ્લા તથા તાલુકા સ્તરે તૈયાર કરવામાં આવશે.

 

 

18 લાખ કરોડ રૂપિયાનો હિસાબ
પ્રથમ પેકેજમાં 7.35 લાખ કરોડ રૂપિયા જારી થયા

મળતી માહિતી પ્રમાણે પહેલું પેકેજ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ 1,70,000 કરોડ રૂપિયા જારી કર્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ કેટલાક તબક્કામાં જાહેરાત કરી હતી. એટલે કે પ્રધાનમંત્રીની ઘોષણા અગાઉ કુલ 7,35,000 કરોડ રૂપિયાનું પેકેજ જારી કરવામાં આવ્યું. તેમા 1.70 લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી પેકેજ હતું. જ્યારે RBIએ બજારમાં લિક્વિડિટી વધારવા માટે રૂપિયા 5,65,200 કરોડની વિવિધ જાહેરાતો કરી હતી.

બીજા પેકેજમાં 5.94 લાખ કરોડ જારી થયા
બીજુ પેકેજ નાણાં પ્રધાને બુધવારે જારી કર્યું. તે 5,94,250 કરોડ રૂપિયાનું પેકેજ હતું. આ પેકેજમાં SME માટે લોન, કોલોરેટલ, ડેટ અને ઈક્વિટી વગેરે મળીને કુલ 3,70,000 કરોડ રૂપિયા જારી કર્યા હતા. એવી જ રીતે EPF માટે 9,250 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. NBFC,HFC,MFI એટલે કે નોન-બેન્કિંગ, હાઉસિંગ ફાયનાન્સ તથા માઇક્રો ફાયનાન્સ માટે 75,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી આપવામાં આવી. ડિસ્કોમ એટલે કે વીજળી કંપની માટે આ સમય દરમિયાન 90,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે TDS, TCSના રિડક્શન્સ પર 5,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.

ત્રીજા પેકેજમાં 3.16 લાખ કરોડ રૂપિયા જારી થયા

ગુરુવારે ત્રીજા પેકેજમાં 3,16,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેમા PDS માટે 3,500 કરોડ રૂપિયા, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન માટે 1,500 કરોડ રૂપિયા, સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5,000 કરોડ રૂપિયા, CAMPA માટે 6,000 રૂપિયા, નાબાર્ડ માટે 30,000 કરોડ રૂપિયા, ક્રેડિટ કિસાન કાર્ડ માટે 2 લાખ કરોડ રૂપિયા, ક્રેડિટ લિંક્ડ સબસિડી માટે 70,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા.

ચોથા પેકેજમાં 1.55 લાખ કરોડ રૂપિયા જારી થયા

શુક્રવારે ચોથા પેકેજના તબક્કામાં 1,55,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી. તેમા મુખ્યત્વે એગ્રીકલ્ચર ઈન્ફ્રાને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો. આ માટે એક લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. જ્યારે પશુપાલન માટે 15,000 કરોડ રૂપિયા સહિતની અન્ય કેટલીક જાહેરાત કરવામાં આવી. આ રીતે જોવા જઈએ તો આત્મનિર્ભર ભારત માટે જાહેર 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી 18 લાખ કરોડ રૂપિયા આવી ચુક્યા છે. હવે ફક્ત 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવાની બાકી છે. જે અંગે આજે શનિવારે કરવામાં આવી શકે છે. આ 20 લાખ કરોડ રૂપિયા ભારતના GDPના 10 ટકા છે.

Leave a Response

error: Content is protected !!