રાજનીતિ

આત્મનિર્ભર ભારત: વડોદરાના યુવકે બનાવી ઇન્ડિયન ફેસબુક

976views

. આગામી સમયમાં પડકારોનો સામનો કરીને વડાપ્રધાન દ્વારા યુવાનો માટે આત્મ નિર્ભર ભારત ઉભું કરવા જણાવાયું છે. ત્યારે તેમની વાતને ગંભીરતાથી લઈને કોરોના કહેર વચ્ચે વડોદરા નાં અર્જુન શર્મા એ આત્મનિર્ભર ભારત માટે CorrectSkill.com નામની ઇન્ડિયન ફેસબુક બનાવી છે.

  • 30 દિવસની મહેનતને અંતે આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરતી CorrectSkill.com નામની ઇન્ડિયન ફેસબુક બનાવી જેનો હાલ આખું વિશ્વ ઉપયોગ કરી રહ્યું છે.
  • અર્જુન શર્મા મુંબઈમાં આઇટી ક્ષેત્રે ચીફ ટેક્નિકલ ઓફિસર તરીકે કામ કરતો હતો અને કોરોના વાઇરસનાં સંક્રમનને પગલે લોક ડાઉનમાં વડોદરા આવ્યો. એક અકસ્માતમાં ઘરમાંજ આરામ કરતા અર્જુન શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ટુ લોકલ અને આત્મ નિર્ભર ભારત માટે કરેલ આહવાન ને પગલે આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું.
  • 30 દિવસની રાત દિવસની જહેમત બાદ કરેક્ટ સ્કિલ નામની ભારતીય એપ તૈયાર કરી જે ફેસબુક જેવી છે અને તેના કરતા વધુ ફીચર્સ ધરાવે છે.બીજું તમારાં ડેટા સુરક્ષિત ભારતમાંજ રહેશે .
  • તેના મુખ્ય ફીચર્સ ની વાત કરીએ તો CorrectSkill માં આર્ટીકલ વાચવા માટે કોઈ એકાઉન્ટ ની જરૂર નહી એટલે એમાં કોઇપણ યુજર નાં ડેટા ચોરાઈ જવાનો કે હેક થવાની બીક રહેતી નથી.
  • આમાં જેટલા પણ આર્ટીકલ મૂકવામાં આવે છે દરેક આર્ટીકલ ને અર્જુન શર્મા જાતે વાંચી અને તપાસી પછી જ આમ જનતા ને વાચવા માટે મુકે છે જેથી લોકો ગેર માર્ગે ના દોરાય. આમાં કોઇપણ ફોરવર્ડ કાતો કોપી કરેલા આર્ટીકલ નથી હોતા.
  • બધા આર્ટીકલ એકસપર્ટ ધ્વારા લખાયેલા હોય છે. CorrectSkill માં આર્ટીકલ બધીજ ભાષા માં હોય છે. CorrectSkill ની એન્ડ્રોઈડ એપ્લીકેશન પણ ગુગલ પ્લેસ્ટોર પર છે.CorrectSkill પર કોઇપણ આર્ટીકલ સબમિટ કરાવી સકે છે.
  • સબમિટ થયા પછી અર્જુન શર્મા એ આર્ટીકલ ને વેરીફાઈ કરે પછી પબ્લીશ કરવામાં આવે છે. આમાં કોઈ પણ ઉમર નાં લોકો આર્ટીકલ લખી શકે છે અને વાંચી પણ શકે છે. ઉપરાંત વિવિધ વિષય ની જાણકારી આપતા વિડિઓ પણ ઉપલબ્ધ છે.
  • યુસર્સનાં ડેટા ની સિક્યુરિટી માટે વેબસાઈટ ને SSL પણ છે અને બધાજ સર્વર ઇન્ડિયામાં જ છે. આ એપને ભારતીયો સહિત વિદેશીઓ પણ ઉપયોગ કરી રહ્યા છે.
  • આ રીતે આત્મનિર્ભર ભારત સહિત લોકલ તો ગ્લોબલની મઝલ કરતી સંપૂર્ણ ભારતીય બનાવટની એપ અર્જુન શર્માએ તૈયાર કરીને વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ચરિતાર્થ કર્યું છે.

Leave a Response

error: Content is protected !!