જાણવા જેવુ

અબડાસાના ‘કચ્છ કેસરી’ વિષે તમને ખબર છે ? આજે જાણો જામ અબડો અડભંગની શૌર્યગાથા

108views

કચ્છકેસરી જામ અબડો અડભંગ

‘અબડાસા’ અબડાસા તાલૂકાનુ નામ જેના નામ પરથી પડયું તે જામ અબડા અડંભગનું વડસર ગામે સંવત 1316 ફાગણ વદ 1ના અવતરણ થયું આજે 717 વર્ષ થયા પરંતુ ઇતિહાસમાં નામ અમર થઇ ગયું છે. સુમરી કન્યાઓના રક્ષણ માટે દિલ્હીના બાદશાહ અલાઉદીન સાથે 72 દિવસ યુદ્ધ લડી વિરગતી પામ્યા.

લડે વેંધા દુ:ખજા ડીયડા ખારા

કચ્છની ભાગ્ય લક્ષ્મી ભલે આવઇ

હઇ ગરીબ ઘર જે આંગણેક ભલે આવઇ

અબડા અડભંગે સરણાગત વત્સલ

સુમરીઓને આશરો આપી શરણાગત વત્સલ

 

 જાણો કેવી રીતે મળ્યો ‘કચ્છ કેશરી’નો બિરુદ 

દિલ્હીના બાદશાહ અલાઉદીને સિંધ પર ચડાઇ કરી સિંધના સુમરાઓએ પણ અલાઉદીનને મચક આપી. સીંધની 140 સુમરીઓ અલાઉદીનથી પોતાના શિયળ રક્ષણ માટે રણ વાટે પગપાળા કચ્છ આવી પ્રથમ સુમરી રોહનો જામ અબડો તેની પાસે રક્ષણ માંગવા આવી ત્યારે તેણે કહ્યું હું સામાન્ય ગાભોડીયો છું તમારું રક્ષણ વડસરના વિર જામઅબડા અડભંગ કરશે. અલાઉદીનના રક્ષણ માટે અમુક સુંદરીઓ રોહા ડુંગરમાં સમાઇ ગઇ જેની નીશાની આજ પણ રોહા ડુંગર પર છે. બીજી સુમરીઓ રક્ષણ મેળવવા વડસર જામ અબડા પાસે પહોંચી પોતાની સાથેની ઝર ઝવેરાત અબડાના ચરણે ધરી શરણાગત માંગે છે, ત્યારે અબડા અડભંગે ઝર ઝવેરાત સુમરીઓને પાછા આપીને કહ્યું ” ભલે આવયું ભેનરું અબડો ચેતો અણડટો આડો ફેરા તડે છડીયા કીં વાર ભેણેજી ચડાં નેણું મંજા નીર, ભલે આવયું ભેનરું અસીડીધાસ્ત ઓતરા “

વડસર ગામે ઓરસિયા નામનો સામાન્ય હરીજપણ પણ પોતાની ખુમારી બતાવવા અલાઉદીનની છાવણીમાં કૂતરાની છાલ ઓઢી પ્રવંશી સૂતેલા અલાઉદીનની કમરેથી સોનાની કટાર કાઢી પોતાની શંયી રાખીને અલાઉદીનને ચેતયો છે કે કચ્છીઓ સુતેલાઓ પર ઘા કરતા નથી.

અલાઉદીનની છાવણીમાં પહેરેગીર નેકદિલ મહમદશાક મુશલમાન પણ સુમરીઓના રક્ષણ માટે મોકવતખાનના હાથે ઘાયલ થઇ વિરગતી પામે છે. જામ અબડા અડભંગ યુદ્ધે લડવા જાય છે, ત્યારે સુમરી બહેનોને સંકેત આપે છે. દૂધનો પ્યાલો જ્યારે દૂધ લાલ રંગનો દેખાય ત્યારે સમજ જો તમારો ભાઇ વિરગતી પામ્યો. જામ અબડાના વીરગતિ બાદ જામ અબડાની વિધવા રાણી સુમરીઓને શરણાગતનો અહેસાસ કરાવે છે. “શાંતિ મળેના પક્ષીને તરુવર તે શા કામના ? તૃષા છીયેના નીરથી સરોવર તે શા કામના ? જ્યાં અતિથિ સન્માનના તે ઘર તે શા કામના ?”

કચ્છની કુમારી વતન પ્રત્યેની વફાદારી શરણાગત વત્સલ, ન્યાય પ્રિય રાજા, અતિથિ સન્માન, કચ્છ કેશરી જામ અબડા અડભંગે 40 વર્ષની ઉંમરે સંવત 1356 શ્રાવણ સુદ 12ના શહાદત વહોરી કચ્છના ઇતિહાસમાં નામ અમર કર્યું વડસરના પાદરે જામ અબડાના સ્થાનકે આજે પણ તેમના વંશજો તેમજ કચ્છીજનો તેમના સ્થાનકે પાળીયાને સીંદુરા, પૂજન, પ્રસાદ ધરાવી યાદગાર દિવસ મનાવે છે.  જામ અબડાની વિરગતી બાદ અલાઉદીનથી બચવા સુમરીઓ વડસરની નદીમાં સમાઇ જાય છે આજે પણ વડસરની નદીમાં સુમરીઓની સમાધીનું સુમરા લોકો પુજન કરે છે.

 

નલિયાના ત્રીભેટે જામ અબડાની પ્રતિમા આવેલી છે. ઘોઘારાજ અને ચનેશ્વર બન્ને સુમરાભાઇઓ વચ્ચે રાજગાદી માટે ખટપટ ચનેશ્વર દિલ્લીના અલાઉદીન ખીલજી સામે શરણાગતિ સ્વીકારી સિંધ પર ચડાઇ કરવા અલાઉદીનને સલાહ અચપે છે તે સમય અલાઉદીનના પહેરેગીર અફસોસ વ્યકત કરે છે.

ન્યાય પ્રિય રાજા 

વડસર ગામે જામ આબડાના કુંવર ધીરુભા નાના બાળકો સાથે તીર કમણી રમત રમતા ધીરુભાનું તીર ગામની વિધવા બહેનના બાળકે વાગતા બાળક મરણ પામ્યો વિધવા બહેને બાળકના શબ સાથે જામ અબડાના દરબારમાં ન્યાય મેળવવા આવી બહેનનું કરુણ આક્રંદ સાંભળી પોતાના દીકરા ધીરીભાુને ગુના બદલ બાઇને ન્યાય આપવા તલવારથી પોતાના પુત્ર ધીરુભાનું શીરચ્છેદ કરે છે, ત્યા મઢવાળા આશાપુરા પ્રગટ થઇ બન્ને બાળકોને સજીવન કરી જામ અબડાને આશીષ આપે છે. કચ્છના ઇતિહાસમાં અમર તારૂં નામ હો યુગે યુગ પુજાય એવા તુજ હાથે કામ હો વિધવા બહેનને ન્યાય આપી જામ અબડાએ ન્યાય પ્રિય રાજાનો બિરુદ મેળવ્યો.

Leave a Response

error: Content is protected !!