Corona Update

સુરતમાં કેસ વધાવાનું એક કારણ AC ઓફિસ હોઈ શકે ? કોર્પોરેશને દરેક ઓફિસને આપી ખાસ સુચના

2.5Kviews

એક જ જગ્યા પર કલાકો સુધી સમય પસાર કરનારાઓમાં પણ કોરોનાનું સંક્રમણ : કોરોનાના અત્યાર સુધી કેસમાં સુરતએ કરેલા વિશ્લેષણમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો

એસી ઓફિસમાં પણ હવાની  અવરજવર માટે વેન્ટિલેશનની સુવિધા રાખવામાં આવે તેવી ખાસ અપીલ પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ કરી છે.

પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં મળી આવેલા કોરોનાના કેસનું વિશ્લેષણ કરતા એસી ઓફિસમાં કામ  કરનારા, હોટલના હોલમાં એસી ઓફિસમાં પાર્ટી કે લગ્ન કરનારાઓમાં કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ હોય છે. કારણ કે એક જગ્યા  પર સૌથી વધુ સમય પસાર કરવાની સાથે સાથે એસી હોવાથી કોરોના ફેલાવો વધી જાય છે.

સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છેઃ એઇમ્સના ડાયરેક્ટર

થોડા દિવસ અગાઉ એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ACને કારણે કોરોના ફેલાવા અંગે જણાવ્યું હતું કે, ‘ACથી ખતરો ત્યારે થઈ શકે છે જ્યારે ક્રોસ વેન્ટિલેશન હોય. જો તમારા ઘરના વિન્ડોમાં AC લાગ્યુ છે તો તમારા રૂમની હવા તમારા રૂમ સુધી જ રહેશે. એટલે વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે.

  • વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી
  • સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે
  • ગરમીને લીધે ડૉક્ટરોની સમસ્યા વધશે
  • એક રુમમાં સંક્રમિત વ્યક્તિ ખાંસી ખાસે તો બીજા રુમ સુધી તે ફેલાશે

Leave a Response

error: Content is protected !!