Corona Update

ખુશખબરી :ગુજરાતીઓ મહેનત રંગ લાવી, પહેલા 4 દિવસમાં કેસ ડબલ થતા હવે 6 દિવસે થાય છે

946views
  • 13 એપ્રિલે રાજ્યમાં 617 પોઝિટિવ કેસ હતા જે 17 એપ્રિલે વધીને 1272 થયા હતા
  • 17 એપ્રિલે કોરોનાના 1272 કેસ હતા જે 23 એપ્રિલે વધીને 2624 થયા હતા
  • પહેલા ચાર દિવસમાં દર્દીઓનો આંકડો ડબલ થતો હતો પરંતુ હવે છ દિવસે દર્દીઓનો આંક ડબલ થયો

સરકારે શનિવારે પ્રેસ પ્રેઝન્ટેશનમાં જણાવેલા  ગુજરાતમાં છેલ્લા 10 દિવસ(13 એપ્રિલથી 23 એપ્રિલ)ના આંકડાઓ પર નજર ફરેવીએ તો પહેલા ચાર દિવસમાં દર્દીઓનો આંકડો ડબલ થતો હતો પરંતુ હવે છ દિવસે દર્દીઓનો આંક ડબલ થયો છે. જે રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે સારી બાબત કહી શકાય છે.

કેસનો ડબલિંગ ટાઇમ ચાર દિવસથી છ દિવસે પહોંચ્યો 
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યમાં કેસના ડબલિંગ ટાઇમ અંગે જણાવવામાં આવ્યું હતું. સરકારે આ પ્રેઝન્ટેશનમાં 13 એપ્રિલથી 23 એપ્રિલ સુધી નોંધાયેલા કેસોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે 13 એપ્રિલે રાજ્યમાં 617 પોઝિટિવ કેસ હતા જે 17 એપ્રિલે વધીને 1272 થયા હતા. આમ ચાર દિવસમાં કેસ ડબલ થયા હતા. એવી જ રીતે 17 એપ્રિલે કોરોનાના 1272 કેસ હતા જે 23 એપ્રિલે વધીને 2624 થયા હતા. આ તારીખો દરમિયાન કેસ ડબલ થવાનો સમયગાળો છ દિવસનો રહ્યો છે.

અમદાવાદમાં પણ સ્થિર થયો કોરોના – વિજય નહેરા

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કોરોના ડબલ થવાના દિવસો 8 છે. જે ખુબ સારા સમાચાર છે. ભવિષ્યમાં આ જ સ્થિતિ રહી તો 15 મે સુધી 15 થી 17 હજાર લોકો કોરોના ગ્રસ્ત હશે. જો કે જે ઘણું સારું છે. આમ છતા એટલું રાજ થવાની જરૂર નથી કારણ કે એક ભુલ બધું જ બગાડી શકે છે. જેટલું બને તેટલું  ધ્યાન રાખવું જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!