રાજનીતિ

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન એ PM મોદીનું કર્યું અપમાન, વિવાદ વધતાં માફી માંગી

132views

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. ભાજપ સાંસદ અને મંત્રી પ્રતાપ ચંદ સારંગીએ કહ્યું હતું કે, અટલ બિહારએ ઈંદિરા ગાંધીના ભારોભાર વખાણ કર્યા હતા તો કોંગ્રેસ મોદીને લઈને કેમ આટલી પરેશાન છે?

જેનો જવાબ આપતા સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી નાખી હતી. જોકે ભારે વિવાદ બાદ તેમની ટિપ્પણીને સદનના રેકોર્ડમાં લેવામાં આવી નહોતી.

ચૌધરીએ ત્યારે વડાપ્રધાનનું નામ લઈને વિવાદિત નિવેદન આપ્યું છે જ્યારે કેટલાંક ભાજપના સાંસદોએ કહ્યું કે 1970માં કોંગ્રેસના શાસનમાં “ઈન્દિરા ઈઝ ઈન્ડિયા” જેવાં નારા લાગતા હતા. આ મુદ્દે ચૌધરીએ કહ્યું કે, ત્યારે આવું કંઈજ થતું ન હતું. પરંતુ માત્ર એટલા માટે વડાપ્રધાનની તુલના વિવાકાનંદ સાથે કરવામાં આવે છે કેમકે તેમનું નામ નરેન્દ્ર દામોદરાદસ મોદી છે. તો આ યોગ્ય નથી. નરેન્દ્ર દત્તની નરેન્દ્ર દામોદરદાસ મોદી સાથે સરખામણી યોગ્ય નથી. ક્યાં માં ગંગા અને ક્યાં ગંદું નાળું.

વડાપ્રધાનનું સમ્માન કર, તુલના નહીં

વિવાદ વધતાં ચૌધરીએ કહ્યું કે, ભાજપના સાંસદ વડાપ્રધાનની તુલના વિવેકાનંદજી સાથે કરે છે કેમકે તેમના નામોમાં સમાનતા છે. તેનાથી બંગાળની ભાવનાને ઠેસ પહોંચે છે. મેં કહ્યું કે તમે મને ઉશ્કેરી રહ્યાં છો. જો તમે આ વારંવાર કહેશો તો હું કહીશ કે તમે ગંગાની તુલના ગટર સાથે કરી રહ્યાં છો.

અધિર રંજને વધુમાં કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ અન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીના સંદર્ભમાં કહ્યું હતું કે, ક્યાં માં ગંગા અને ક્યાં ગંદુ નાળું. આ મામલે ભારે હોબાળો થયો હતો. જેને લઈને અધીર રંજને રીતસરની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે મારો ઈરાદો વડાપ્રધાનનું અપમાન કરવાનો નહોતો પરંતુ મારૂ હિન્દી એટલું સારૂ નથી. જેના કારણે જ આ સમસ્યા ઉભી થઈ છે.

Leave a Response

error: Content is protected !!