Corona Update

ખુદની પાર્ટીના MLAએ જ કોંગ્રેસને છત્તી કરી, છીછરી રાજનીતિ કરતી કોંગ્રેસ સોશિયલ મીડિયામાં શર્મશાર

1.78Kviews

કોંગ્રેસ સંકંટના સમયે પણ મગર રાજનીતિ કરવાનું છોડતી નથી તેના પરિણામે પોતાના જ ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ થયા છે. એટલી હજદે નારાજગી વ્યક્ત કરી કે કોંગ્રેસ સોશિયલ મીડિયામાં શર્મશાર થઈ ચુકી છે. રાયબરેલીથી કૉંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહે જ આ આખા મામલે પોતાની પાર્ટીનાં વલણની નિંદા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ ક્રુર મજાક છે.

અદિતિ સિંહે ટ્વીટમાં લખ્યું છે કે, ‘સંકટનાં સમયે આવી હલકી કક્ષાની રાજનીતિ કરવાની શું જરૂર? એક હજાર બસોની યાદી મોકલી, એમાં પણ અડધીથી વધારે બસોની ખોટી માહિતી, 297 ખખડધજ્જ બસો, 98 ઑટો રિક્ષા તેમજ એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ, 68 વાહન કોઇપણ કાગળ વગરનાં, આ કેવી ક્રુર મજાક. જો બસો હતી તો રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ના લગાવી?’

યોગી આદિત્યનાથની કરી પ્રશંસા

ઉલ્લેખનીય છે કે અદિતિ સિંહ લાંબા સમયથી કૉંગ્રેસ વિરોધી ગતિવિધિયોમાં સામેલ રહી છે. ગત વર્ષે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરતા અદિતિ વિધાનસભાનાં વિશેષ સત્રમાં સામેલ થવા પહોંચી હતી. ત્યારબાદ તેને પાર્ટી તરફથી કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી હતી. કાશ્મીરથી કલમ 370 હટાવવાનાં મુદ્દા પર પણ અદિતિએ કૉંગ્રેસથી અલગ પોતાનો પક્ષ રાખ્યો હતો. તાજેતરમાં કોરોના વૉરિયર્સ માટે પીએમ મોદીની અપીલ પર પણ તેણે દિવા પ્રગટાવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!