Corona Updateરાજનીતિ

‘સો ચુહે મારકે બિલ્લી હજ કો ચલી’, અહેમદ પટેલે ઈડીને કહ્યું – કોરોનાને કારણે મારી પૂછપરછ ન કરવી

2.02Kviews
  • 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ : અહેમદ પટેલે કહ્યું – હું 65 વર્ષનો છું, કોરોનાને કારણે મારી પૂછપરછ ન કરવી
  • ઈડીના પ્રશ્નોથી બચવા માટે અહેમદ પટેલનું નાટક : પોતાને સિનિયર સિટીઝનની કેટેગરીમાં મૂકીને કહ્યું કે, વૃદ્ધોને આ સમયે ઘરની બહાર નીકળવું જોખમકારક
  • ધારાસભ્યોને રિસોર્ટમાં ભેગા કરવામાં કોરોના સંબંધિત માર્ગદર્શિકા નડતી નથી, ઈડીની પૂછપરછ આવી એટલે કોરોના સંબંધિત માર્ગદર્શિકા એકાએક કોંગ્રેસને યાદ આવી

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ઈડીને એક પત્ર લખી જણાવ્યું છે કે, તેની ઉંમર અને વર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે તેની પૂછપરછ ન કરે. ઈડીએ અહેમદ પટેલને 14 હજાર કરોડથી વધુના સંદેસરા કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આ અંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે લખ્યું કે, ‘હું 65 વર્ષથી ઉપરનો છું, કોરોના સંબંધિત માર્ગદર્શિકાને કારણે ઘરે રહેવું ઠીક રહેશે.’ ઈડીના પ્રશ્નોથી બચવા માટે, અહેમદ પટેલે પોતાને સિનિયર સિટીઝનની કેટેગરીમાં મૂકીને કહ્યું કે, આ સમયે વૃદ્ધ લોકો ઘરની બહાર નીકળવું જોખમકારક છે. તેથી, તેણે એક પત્ર દ્વારા ઈડીને પૂછપરછ માટે સમન્સ મુલ્તવી રાખવા વિનંતી કરી છે. જો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેના જવાબમાં નવી તારીખોનો ઉલ્લેખ કરીને તેમની ઘરે જઈને પૂછપરછ કરવાનું કહ્યું છે. એજન્સીએ પટેલને જણાવ્યું છે કે તેઓ પૂછપરછ માટે આ અઠવાડિયા અથવા આવતા અઠવાડિયે તેમના નિવાસસ્થાને આવશે.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પૂછપરછ ટાળવા માટે સ્વાસ્થ્ય માટે બહાનું બનાવવું કંઈ નવી વાત નથી. ગયા વર્ષે પણ જ્યારે પટેલને આવકવેરા વિભાગ દ્વારા હવાલા કેસમાં પૂછપરછ માટે અહેમદ પટેલને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે તબિયતનો હવાલો આપ્યો હતો. પરંતુ અહીં મુદ્દો એ પણ છે કે ધારાસભ્યોને રિસોર્ટમાં ભેગા કરવામાં કોરોનાની માર્ગદર્શિકા નડતી નથી, ઈડીની પૂછપરછ આવી એટલે કોરોના માર્ગદર્શિકા એકાએક કોંગ્રેસને યાદ આવી છે. કોંગ્રેસ અને તેના નેતા અહેમત પટેલ કઈ રીતે સરકારી, આધિકારિક કામકાજોને ખલેલ પહોંચાડે છે, સહયોગ આપતા નથી અને માત્રને માત્ર આડોળાઈભર્યું, અવળચંડુ, અરાજકતાભર્યું કૃત્ય કરે છે એ આ ઘટનાક્રમ પરથી જોઈ શકાય છે. જો અહેમદ પટેલને 65 વર્ષે કોરોનાકાળમાં ઘરથી બહાર નીકળવું જોખમી લાગતું હોય અને કોરોના સંબધિત માર્ગદર્શિકા યાદ આવતી હોય તો તેણે કોંગ્રેસનાં 65 વર્ષથી વધુ ઉંમરનાં ધારાસભ્યોને ઘર બહાર કાઢી ગેરકાયદેસર રીતે રિસોર્ટમાં ભેગા કરવા અન્યોનાં જીવ જોખમમાં મૂકવા ન જોઈએ.

ગયા વર્ષે સાંદેસરા કેસમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નામ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાક્ષીઓએ અહેમદ પટેલ, તેના પુત્ર ફૈઝલ પટેલ અને તેમના જમાઈ ઈરફાન સિદ્દીકીના નામ લીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સાક્ષીઓએ અહેમદ પટેલના ઘરનું મુખ્ય મથક ગણાવ્યું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીએ સાંદેસરા પાસેથી પૈસા લીધા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્ટર્લિંગ બાયોટેક મની લોન્ડરિંગ કેસમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સમન્સ પાઠવ્યા હતા. ઈડી દ્વારા ડ્રગ કંપનીના માલિક સાંદેસરા ભાઈઓ સાથેના સંબંધો અંગે ફૈઝલ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!