રાજનીતિ

અમદાવાદના રિવરફ્રન્ટ પર 360 ડિગ્રીવાળા કેમેરાની બાજ નજર :રોમોયોગિરી પડશે ભારી……..

116views

અમદાવાદ શહેરના આશરે 22 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર હવે પ્રેમિપંખીડા હવે સુરક્ષા સાથે કરી શકશે પ્રેમ.

રિવરફ્રન્ટ પ્રેમીયુગલો માટે મનપસંદ સ્થાન બન્યુ છે ત્યારે કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે કોઈ યુવતીઓ છેડતીનો ભોગ ન બને અને પ્રેમીયુગલો ડર વગર ફરી શકે તે માટે    પોલીસો ખડેપગેલીસો રહેશે.

અહીંયા 360 ડિગ્રી કવર કરે તેવા કેમેરાઓ મુકવામાં આવશે તેમજ મહિલા પોલિસકર્મીઓ પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રેમીપંખીડાને અસામાજિક તત્વો દ્વારા હેરાનગતીને રોકવા અહીંયા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવશે તેવી પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.16કરોડના ખર્ચે આ તમામ વ્યવસ્થા ઓ કરવામાં આવશે.8 મહિનામાં જ કામ પૂરું કરી દેવામાં આવશે.

પોલીસકર્મીઓ કોબન હટમાં બેસી તમામ જગ્યાનું નિરીક્ષણ કરશે.તો સાથે જ થોડા થોડા અંતરે સ્માર્ટ પોલ્સ પર SOSની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. સેગવે બગી ને 2 હાઈસ્પીડ બોટ દ્વારા પણ પેટ્રોલિંગ કરશે.અહીંયા નિર્ભયા પ્રોજેક્ટ પણ રહેશે કાર્યરત.છેડતી કે હેરાનગતિ કરનાર રોમિયો પર રખાશે ચાંપતી નજર.

સરકારે ફક્ત જાહેરમાં કિસ અને આલિંગનની જ છુટ આપી છે અશ્લિલતાને નહીં.

 

Leave a Response

error: Content is protected !!