Corona Update

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે રેડ અને ઓરેન્જ ઝોન નક્કી થયા, વાંચો તમારો વિસ્તાર ક્યા ઝોનમાં છે ?

750views
  • જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં,
  • બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નેહરા

 

કોરોના વાઇરસના હોટ સ્પોટ બનેલા અમદાવાદ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશનો આજે બે ઝોનમાં વહેચ્યું છે. જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે એવા 6 વિસ્તાર(વોર્ડ)ને રેડ જ્યારે બાકીના 42 વિસ્તાર(વોર્ડ)ને ઓરેન્જ ઝોન જાહેર કર્યા છે. આમ, હાલ અમદાવાદ શહેરમાં એકપણ ગ્રીન ઝોન નથી. પોઝિટિવ દર્દીઓની યાદીમાં કોર્પોરેશને ભયંકર લોચા માર્યા છે એમ ઓરેન્જ ઝોન બતાવવામાં પણ ભૂલ કરી છે. લિસ્ટ મુજબ પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડનું નામ જ નથી લખ્યું તેની જગ્યાએ મોટેરા લખી નાખ્યું છે. હકીકતમાં સાબરમતી વોર્ડ છે અને મોટેરા વિસ્તાર તેમાં આવે છે. આવી ગંભીર ભૂલો કોર્પોરેશન કરી રહ્યું છે. સાબરમતી વોર્ડમાં 8થી વધુ પોઝિટિવ કેસ આવેલા છે અને ઓરેન્જ ઝોનમાં હોવા છતાં તેઓ સાબરમતી વોર્ડ જ ભૂલી ગયા છે.

વેબસાઈટ પર જાણો કયો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો ઓરેન્જ ઝોનમાં 
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કોવિડ-19 અંગેની તમામ માહિતી જેમ કે કોરોનાથી કુલ મોત, કોરોનાના એક્ટિવ કેસ, ઝોન વાઇઝ કેસ, જેન્ડર વાઇઝ કેસ અને મેપ સહિતની તમામ માહિતી વેબસાઇટ પર ઉપબલ્ધ હોવાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર મેપ દ્વારા જાણી શકશો કયો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો ઓરેન્જ ઝોનમાં છે તે જાણી શકાશે.

રેડ ઝોનમાં 6 વિસ્તારઃ બધા પૂર્વ અમદાવાદના

અમદાવાદના રેડ ઝોન એટલે કે કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા હોય તેવા 6 વિસ્તાર છે. આમાં દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુરનો સમાવેશ થાય છે. રોજબરોજ આ વિસ્તારોમાં કોરોનાના કેસ સતત વધી જ રહ્યા છે. મ્યુનિ. દ્વારા ઘણાં પગલાં લેવામાં આવ્યા હોવા છતાં અહીં કોરોનાના પોઝિટિવ કેસ ઘટી રહ્યા નથી.

અમદાવાદના ઓરેન્જ ઝોનમાં આ વિસ્તારો સામેલ

જયાં કોરોના સંક્રમણના કેસ ઓછા છે તેવા વિસ્તારોનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. આમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા(સાબરમતી), વાસણા, ચાંદખેડા, સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુર, વટવા, મણિનગર, ઇન્દારપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, અસારવા, શાહિબાગ, ગોમતીપુર, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ અને ભાઇપુરાનો સમાવેશ કરાયો છે.

Leave a Response

error: Content is protected !!