Corona Update

રથયાત્રાનો થયો મોટો નિર્ણય..!આવી રીતે નિકળશે નગરયાત્રા, તે પહેલા 5 જુને જલયાત્રા નીકળશે પણ….

884views
  • રથયાત્રાની 250 વર્ષ જુની પરંપરામાં ફેરફાર થવાની સંભાવના
  • 20મી મેં એ ટ્રસ્ટીમંડળની મિટિંગમાં રથયાત્રાના આયોજન અંગે ચર્ચા થશે
  • ભક્તોએ ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળવાની તૈયારી રાખવી પડશે
  • રથયાત્રા અને જલયાત્રામાં ભક્તો નહિ આવી શકે 
  • જો કે અંતિમ નિર્ણય બાકી

દર વર્ષે અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જલયાત્રામાં લાખો ભક્તો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં જોડાશે. ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરશે.

એટલું જ નહીં, જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા યોજાશે. 5 જૂને નીકળનારી જલયાત્રામા ભક્તો જોડાઈ શકશે નહીં, જેથી જગતના નાથની જલયાત્રામાં ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય તેમને દુ:ખ પહોંચાડનારો બન્યો છે. તમને જણાવીએ કે, અમદાવાદમાં દર્ વર્ષે જલયાત્રામાં 2થી 3 હજાર ભક્તો તેમજ સાધુ સંતો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી મંદિરના સૌથી મોટો નિર્ણય લીધો છે. મંદિરના ગાદીપતિ તેમજ મંદિર ટ્રસ્ટના લોકો જ જલયાત્રામાં હાજર રહી રહેશે. સાબરમતિના સોમનાથ ભૂદરના આરે માત્ર મંદિર ટ્રસ્ટ અને ગાદીપતિ જ ગંગાપુજન કરી કરશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!